Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : New record in India's exports: Service sector's share in total exports increases to 49%

ભારતની નિકાસમાં નવો રેકોર્ડ: કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો વધીને 49% થયો

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ભારતની નિકાસમાં નવો રેકોર્ડ: કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો વધીને 49% થયો
સોર્સ : gstv

અમદાવાદ : ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં હિસ્સો ૩૩.૮ ટકાથી વધીને ૨૦૨૫-૨૬માં ૪૮.૮ ટકાના રેકોર્ડ શિખરે પહોંચ્યો છે. આ વૃદ્ધિ આઇટી ક્ષેત્રના ઝડપી વિસ્તરણ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સના પ્રસાર અને વૈશ્વિક કોરોના મહામારી પછી ડિજિટલ ડિલિવરી તરફના પરિવર્તનને આભારી છે. 

App Store

વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સર્વિસ એક્સપોર્ટ ૨૦૧૪-૧૫ના ૧૫૮.૧ બિલિયન યુએસ ડોલરથી વધીને ૨૦૨૫-૨૬માં ૪૨૧.૩ બિલિયન યુએસ ડોલર થઈ છે.

આ ડેટા દર્શાવે છે કે દેશની કુલ નિકાસ (માલ અને સેવાઓ બંનેનો સમાવેશ થાય છે) ૨૦૧૪-૧૫માં ૪૬૮ બિલિયન યુએસ ડોલરથી વધીને ૨૦૨૫-૨૬માં ૮૬૩ બિલિયન યુએસ ડોલર થયો છે. 

છેલ્લા ૧૨ વર્ષોમાં સેવા નિકાસમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. સોફ્ટવેર સર્વિસ સેક્ટરની વૃદ્ધિનો મુખ્ય ચાલકબળ રહ્યો છે, જે કુલ સેવા નિકાસમાં ૪૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જ્યારે કોમર્શિયલ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી બીજા ક્રમના સૌથી મોટા ફાળો આપનાર ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યા છે. 

મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં સેવા નિકાસમાં વાર્ષિક ૯.૩ ટકાનો વૃદ્ધિ દર નોંધાયો છે. વેપારી માલની નિકાસ પણ ૨૦૧૪-૧૫માં ૩૧૦ અબજ ડોલરથી વધીને ૨૦૨૫-૨૬માં ૪૪૨ બિલિયન થઈ ગઈ છે.