મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : ANDARNI VAAT/ રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વના તણાવની સીધી અસર: નિકાસ ઉદ્યોગ ભારે સંકટમાં

ઉત્તર પ્રદેશનું અલીગઢ, જે તેના તાળા અને સુરક્ષા સાધનો માટે વિશ્વભરમાં જાણીતું છે, તે હાલમાં વૈશ્વિક

ઉત્તર પ્રદેશનું અલીગઢ, જે તેના તાળા અને સુરક્ષા સાધનો માટે વિશ્વભરમાં જાણીતું છે, તે હાલમાં વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેની સીધી અસર અલીગઢથી નિકાસ થતી હાથકડી (Handcuffs) અને અન્ય હાર્ડવેર સુરક્ષા સાધનો પર પડી છે. અહેવાલો મુજબ, અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં મોકલવામાં આવતો અંદાજે 100 કરોડથી વધુનો માલ હાલમાં હોલ્ડ પર છે, કારણ કે નિકાસકારોને નવા ઓર્ડર મળવામાં મુશ્કેલી પડી રહી છે અને જૂના પેમેન્ટ પણ અટવાયા છે. કાચા માલ જેવા કે પિત્તળ, તાંબુ અને લોખંડના વધતા ભાવ તેમજ શિપિંગ ખર્ચમાં થયેલા તોતિંગ વધારાએ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની કમર તોડી નાખી છે. અલીગઢમાં અંદાજે 250થી વધુ મોટા નિકાસકારો છે, જેમના 70થી 80 ટકા શિપમેન્ટ અત્યારે અટવાયેલા છે. જો આ જ સ્થિતિ લાંબો સમય ચાલશે, તો ફેક્ટરીઓમાં છટણી થવાની અને ઉત્પાદન ઠપ્પ થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક વેપારીઓ હવે આ સંકટમાંથી ઉગરવા માટે સરકાર પાસે રાહત પેકેજ અને નીતિગત સહાયની આશા રાખી રહ્યા છે.

આ સમાચાર શેર કરો