મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : ANDARNI VAAT/ દિલ્હીની હોટલમાં કાળજું કંપાવી દેતો અગ્નિકાંડ! જીવ બચાવવા લોકો ઉપરના માળેથી નીચે કૂદ્યા

દેશની રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી હોટલ ફ્લોરિસ સ્ટેમાં બુધવારે સવારે એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દે

દેશની રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી હોટલ ફ્લોરિસ સ્ટેમાં બુધવારે સવારે એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દેતી અગ્નિકાંડની ઘટના સામે આવી.. હોટલ અને રેસ્ટોરન્ટની ઇમારતમાં અચાનક લાગેલી આ ભીષણ આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે આખી બિલ્ડિંગમાં અફરાતફરી અને ચીસાચીસનો માહોલ સર્જાયો હતો, જેમાં અનેક વિદેશી પ્રવાસીઓ સહિત અસંખ્ય લોકો ફસાઈ ગયા હતા.. જીવ બચાવવા માટે ગભરાયેલા લોકો ત્રીજા-ચોથા માળેથી નીચે કૂદવા લાગ્યા હતા, જ્યારે અન્ય લોકો અંદર જ ગૂંગળામણનો ભોગ બન્યા હતા.. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ ભયાનક અગ્નિકાંડ પાછળની અંદરની વાત એ છે કે, આ દુર્ઘટના શોર્ટ સર્કિટ જેવા કોઈ આકસ્મિક કારણસર નથી થઈ, પરંતુ હોટલ પ્રશાસનની ઘોર બેદરકારી અને ગેરકાયદેસર આંતરિક બાંધકામનું ચોંકાવનારું પરિણામ છે.. વ્યાવસાયિક નફા માટે હોટલના આંતરિક ભાગમાં ફાયર સેફ્ટીના કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને કટોકટીના સમયે બહાર નીકળવાનો ઈમરજન્સી ગેટ પણ અંદરખાને સામાન ભરીને બંધ કરી દેવાયો હતો.. વધુમાં સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની આંતરિક મિલીભગતથી ગેરકાયદેસર રીતે ધમધમતા આ કોમર્શિયલ યુનિટ સામે અગાઉ આવેલી ફરિયાદોને અંદરખાને દબાવી દેવામાં આવી હતી, જે આજે નિર્દોષ નાગરિકો માટે કાળ સાબિત થઈ છે.

આ સમાચાર શેર કરો