મારા માટે મારો પરિવાર જ સૌથી મોટી તાકાત, પૌત્રી મારી તણાવ નિવારકઃ ગૌતમ અદાણી
એવું કહેવાય છે કે પૈસા પાછળ ગાંડા થઈને મહેનત કરો તો કમાણી કરી શકાય.

એવું કહેવાય છે કે પૈસા પાછળ ગાંડા થઈને મહેનત કરો તો કમાણી કરી શકાય. સામાન્ય રીતે એવું કહેવાય છે કે પુષ્કળ પૈસા કમાવવા માટે વ્યક્તિએ અથાક મહેનત કરવી પડે છે, બધો સમય ખર્ચ કરવો પડે છે. પરંતુ એવા વ્યસ્ત સમય વચ્ચે પણ હંમેશા પરિવારને સમય આપવો જોઈએ. લોકો પૈસા કમાવવાની આંધળી દોટ પાછળ જીવનની સુખ-સુવિધાઓ અને પરિવારનું બલિદાન આપતા હોય છે. પરંતુ પૈસાવાળા લોકોને પણ આરામ અને શાંતિની જરૂર હોય છે.
આજે દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંથી એક એવા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની લક્ઝરીય લાઈફ વચ્ચે પણ પારિવારિક લાઈફ કેવી છે. એમની પાસેથી જ જાણીએ કે તેઓ તેમની અત્યંત વ્યસ્ત દિનચર્યામાં માનસિક શાંતિ અને આરામ મેળવવા માટે કયો માર્ગ અપનાવે છે.
લંડન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શાંતિ મેળવવાના માર્ગ તરીકે પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યું કે, તેમનો પરિવાર અને ખાસ કરીને તેમની પૌત્રીઓનો ઉલ્લેખ કરતા જીવનના સ્ટ્રેસ-બસ્ટર્સ ગણાવ્યા હતા.
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, "મને મારી પૌત્રીઓ સાથે સમય પસાર કરવો ગમે છે. મારી પૌત્રી મારી સૌથી મોટી તણાવ નિવારક છે. મારી પાસે માત્ર બે જ દુનિયા છે - કામ અને પરિવાર. અને મારા માટે મારો પરિવાર જ તાકાતનો સૌથી મોટો સ્ત્રોત છે.
અદાણી ગ્રૂપના ચેરમેને માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ તસવીરના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, "આ આંખોની ચમકની સરખામણીમાં દુનિયાની તમામ સંપત્તિ ફીકી છે.








