Market news: આગામી સપ્તાહે શેરબજારમાં શું ફેરબદલ આવશે, જાણો Astro Business

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગળવાર, તા. 25-11 2025, ઉ.ષા. નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ગવર્નમેન્ટ, પીએસયુ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર,, લોજિસ્ટિક અને એન્જિનિયરિંગ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં ચીલી, સોયાબીન, સરસવ, મકાઇ, હળદર પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 26-11-2025, શ્રવણ નક્ષત્ર મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, બેન્ક, ફોટો, ફિલ્મ કન્સલ્ટન્સી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, ધાણા જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે
ગુરૂવાર, તા. 27-11-2025, ઘનિષ્ઠા નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્જિ નિયરિંગ, માઇન, એગ્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, જવ પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 28-11-2025, શત તારા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એન્ટરટેઇનમે્ન્ટ, હોટેલ અને કેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા ચણા, જવ, તલ, મગફળી અને સરસવ પ્રભાવિત થવાની શક્યતા છે.
સોમવાર, તા. 1-12- 2025, રેવતી નક્ષત્ર. મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, મેનેજમેન્ટ, એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, ધાણા, જીરા, એલચી અને મેન્થા પ્રભાવિત થવાની ધારણા છે.
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

