મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Budget 2024 / કાશી વિશ્વનાથની જેમ મહાબોધિ મંદિરમાં પણ બનશે કોરિડોર

ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બજેટ 2024માં મોટી જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત

Budget 2024 / કાશી વિશ્વનાથની જેમ મહાબોધિ મંદિરમાં પણ બનશે કોરિડોર

ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બજેટ 2024માં મોટી જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કાશી વિશ્વનાથની જેમ મહાબોધિ મંદિરમાં પણ કોરિડોર બનાવવામાં આવશે. તેમજ રાજગીર, ગયા, કાશી અને નાલંદાને ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવશે. તેમની આસપાસના વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું, વારાણસીમાં કાશી વિશ્વનાથની જેમ વિષ્ણુપદ મંદિર અને મહાબોધિ મંદિરમાં કોરિડોર બનાવવામાં આવશે. આ મંદિર કોરિડોરને કેન્દ્ર સરકાર દ્વારા ટેકો આપવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની જેમ બિહારને પણ મદદ કરવામાં આવશે, જેથી પ્રવાસીઓ અહીં પણ આવી શકે.

આ સિવાય તેમણે જાહેરાત કરી કે રાજગીરનું પણ પ્રવાસીઓ માટે ઘણું મહત્ત્વ છે. આવી સ્થિતિમાં રાજગીરના વિકાસ માટે પણ મદદ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર નાલંદાને પ્રવાસન કેન્દ્ર તરીકે પ્રોત્સાહન આપશે, જેથી નાલંદા યુનિવર્સિટીને ગૌરવ મળે.

આ સમાચાર શેર કરો