Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Know about post office monthly income scheme

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળી રહ્યું છે FD કરતાં વધુ વ્યાજ, રોકાણકારો દર મહીને કરી શકે છે કમાણી

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2024
લાઇવ ટીવીGoogle News
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળી રહ્યું છે FD કરતાં વધુ વ્યાજ, રોકાણકારો દર મહીને કરી શકે છે કમાણી

ઈક્વિટી બજારોની વોલેટિલિટી તેમજ મૂડીરોકાણ પર સુરક્ષિત વળતર મેળવવા ઈચ્છુકો સામાન્ય રીતે બેન્ક એફડી, પોસ્ટ ઓફિસ સહિતના ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરતાં હોય છે. પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમમાં રોકાણકાર દર મહિને કમાણી કરી શકે છે. જેમાં હાલ બેન્ક એફડી કરતાં વધુ 7.40 ટકા વ્યાજ મળે છે.

App Store

પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ્સ સ્કીમ

આ સ્કીમ ગેરેન્ટેડ રિટર્નની ખાતરી આપે છે. જેમાં સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટની સુવિધા હેઠળ રોકાણ કરી શકો છો. સિંગલ એકાઉન્ટમાં મહત્તમ રૂ. 9 લાખ અને જોઈન્ટ એકાઉન્ટમાં મહત્તમ રૂ. 15 લાખનું રોકાણ કરી શકો છો. જેમાં દર મહિને નિશ્ચિત રિટર્ન મળે છે. જોઈન્ટ એકાઉન્ટની મર્યાદા મુજબ દર મહિને કુલ રૂ. 9,250ની કમાણી કરી શકો છો. લોકઈન પિરિયડ પાંચ વર્ષનો છે.

પાંચ વર્ષના રોકાણ પર 37 ટકાથી વધુ રિટર્ન

પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ્સ સ્કીમમાં પતિ-પત્નિ સાથે મળી કુલ રૂ. 15 લાખનું રોકાણ કરે છે, તો તેમને વાર્ષિક 7.4 ટકાના દરે 1.11 લાખની કમાણી દર વર્ષે થશે. જેમાં પાંચ વર્ષના અંતે કુલ રૂ. 5.55 લાખ સુધીની આવક મેળવી શકે છે. ખાતામાં દર મહિને કુલ રૂ. 9250 વ્યાજ જમા થાય છે. જે પાંચ વર્ષના લોકઈન પિરિયડ બાદ રૂ. 15 લાખ પર અંદાજિત 37 ટકા રિટર્ન દર્શાવે છે. જો સિંગલ એકાઉન્ટ હેઠળ રૂ. 9 લાખનું રોકાણ કર્યુ હોય તો માસિક રૂ. 5,550 તેમજ વાર્ષિક રૂ. 66,600 વ્યાજ મળવાપાત્ર છે. જે પાંચ વર્ષમાં રૂ. 3,33,000નું રિટર્ન આપે છે.

આ સ્કીમનો લાભ કોણ લઈ શકે છે

આ સ્કીમનો લાભ પ્રત્યેક ભારતીય નાગરિક લઈ શકે છે. એનઆરઆઈ માટે આ સ્કીમ ઉપલબ્ધ નથી. 18 વર્ષથી વધુ વયના કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. તેમજ 10 વર્ષના સગીર બાળકોના નામે આ સ્કીમ શરૂ કરી શકો છો, પરંતુ તેમાં બાળક 18 વર્ષનું થાય ત્યારબાદ રકમ મળવા પાત્ર છે.

મેચ્યોરિટી પહેલા ઉપાડ પર પેનલ્ટી

પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમમાં એક વર્ષ પહેલા ઉપાડ પર વ્યાજનો કોઈ લાભ મળતો નથી. 1થી 3 વર્ષની મુદ્દતમાં સમગ્ર ડિપોઝીટ પાછી ખેંચવા બદલ 2 ટકાના દરે પેનલ્ટી ચૂકવવી પડે છે. જ્યારે 3થી 5 વર્ષના સમયગાળામાં ડિપોઝીટ ઉપાડવા બદલ 1 ટકા પેનલ્ટી ચૂકવવી પડે છે.