મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અંગ્રેજોએ કરેલા અપમાનનો બદલો લેવા જમશેદજી ટાટાએ બનાવી TAJ હોટલ, વાંચો બદલાની આખી સ્ટોરી...

120 વર્ષ જૂની તાજમહેલ પેલેસ હોટલ ભારતીય આતિથ્યના પ્રતીક તરીકે વિશ્વભરમાં પ્રખ્

અંગ્રેજોએ કરેલા અપમાનનો બદલો લેવા જમશેદજી ટાટાએ બનાવી TAJ હોટલ, વાંચો બદલાની આખી સ્ટોરી...

120 વર્ષ જૂની તાજમહેલ પેલેસ હોટલ ભારતીય આતિથ્યના પ્રતીક તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ભવ્ય હોટલની કહાણી માત્ર એક આલીશાન ઇમારતની જ નથી પરંતુ તે એક પ્રેરણા છે જે આપણને બતાવે છે કે, અપમાનને સન્માનમાં કેવી રીતે બદલી શકાય છે. ટાટા ગ્રૂપના સંસ્થાપક 1902માં જ્યારે જમશેદજી ટાટાએ મુંબઇની એક પ્રતિષ્ઠિત હોટલમાં વોટ્સનમાં પ્રવેશ કરવાની કોશિશ કરી તો તેમને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા હતાં. તે હોટલ માત્ર યુરોપિયન મહેમાનો માટે હતી અને ભારતીયોને ત્યાં પ્રવેશવાની મંજૂરી નહોતી. આ અનુભવે જમશેદજીને માત્ર અંગત રીતે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સમુદાય માટે દુઃખી કર્યા.

આ અપમાન પછી તેમણે નક્કી કર્યું કે, તેમને એક હોટલ બનાવવી છે જે વિશ્વ સ્તરે ભારતીય આતિથ્યને રજૂ કરે. ત્યારબાદ તાજમહેલ પેલેસનો જન્મ થયો. આ હોટલના નિર્માણમાં £500,000નો ખર્ચ થયો હતો અને પ્રખ્યાત આર્કિટેક્ટ સીતારામ ખંડેરાવ વૈદ્ય અને ડી. એન. મિર્ઝા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. જમશેદજીએ દરેક વિગતો પર ધ્યાન આપ્યું. તેમણે પેરિસના પ્રવાસ દરમિયાન એફિલ ટાવરમાંથી પણ પ્રેરણા લીધી હતી અને હોટલના બોલરૂમ માટે તે જ સ્ટીલના થાંભલાનો ઓર્ડર આપ્યો હતો.

તાજમહેલ પેલેસે સમયાંતરે વિશ્વના નેતાઓ, શાહી પરિવારના સભ્યો અને ઘણી હસ્તીઓનું સ્વાગત કર્યું છે. મહાત્મા ગાંધીથી લઈને ઓપરા વિન્ફ્રે સુધીના ઘણા દિગ્ગજ લોકો અહીં રોકાયા છે. તાજ હોટલનું નામ હવે વિશ્વની સૌથી મજબૂત હોટલ બ્રાન્ડ્સમાંની એક બની ગયું છે. 2022માં તેને બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા 'વિશ્વની સૌથી મજબૂત હોટલ બ્રાન્ડ' અને 'ભારતની સૌથી મજબૂત બ્રાન્ડ' તરીકે ઓળખ મળી છે.

આ કારણથી રતન ટાટાએ બનાવ્યું પબ્લિક વેલફેર ટ્રસ્ટ

તાજ હોટલ પર 26 નવેમ્બર 2008ના રોજ 10 પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે તેને 400 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. પરંતુ સ્ટાફે અદ્ભુત હિંમત દર્શાવી અને મહેમાનોની સુરક્ષાને પોતાના જીવ કરતાં વધુ પ્રાથમિકતા આપી. કેટલાક કર્મચારીઓએ મહેમાનોને આર્મીની ભાષામાં કહીએ તો કવર આપી સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી. હુમલા પછી રતન ટાટા ઘાયલ કર્મચારીઓને મળ્યા અને તાજ પબ્લિક સર્વિસ વેલ્ફેર ટ્રસ્ટની સ્થાપના કરી, જેણે તે કર્મચારીઓના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડી. તેમના પરિવારોને પૂરો પગાર ચૂકવવામાં આવ્યો અને બાળકો માટે શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવ્યું.

આ સમાચાર શેર કરો