Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Investors' crores sink! Sensex falls 1,000 points, Nifty falls below 23,000

રોકાણકારોના કરોડો ડૂબ્યા! Sensex 1,000 પોઈન્ટ તૂટ્યો, Nifty 23,000ની નીચે ગબડી 

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
રોકાણકારોના કરોડો ડૂબ્યા! Sensex 1,000 પોઈન્ટ તૂટ્યો, Nifty 23,000ની નીચે ગબડી 
સોર્સ : GSTV

Sensex and Nifty News : વૈશ્વિક તણાવ અને ઈરાન-અમેરિકા યુદ્ધની અસરો ભારતીય શેરબજાર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આજે શુક્રવારે બજાર ખૂલતાની સાથે જ જોરદાર વેચવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્ત્વના સ્તરો તોડીને નીચે ગબડ્યા છે.

App Store

સેન્સેક્સ અને નિફ્ટીના તાજા આંકડા

27 માર્ચ 2026, સવારના 11:50 વાગ્યાના ડેટા મુજબ બજારની સ્થિતિ નીચે મુજબ હતી:

BSE SENSEX: સેન્સેક્સ 1,071.41 પોઈન્ટ (1.42%) ના ઘટાડા સાથે 74,060.05 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે સેન્સેક્સ 74,883.79 પર ખૂલ્યા બાદ 74,097.30 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

NIFTY 50: નિફ્ટી પણ 320.60 પોઈન્ટ (1.38%) તૂટીને 22,998.85 ના સ્તરે પહોંચી ગઈ છે. નિફ્ટીમાં દિવસ દરમિયાન 22,948.10 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

ઘટાડાના મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે, મિડલ ઈસ્ટમાં યુદ્ધની ગંભીર સ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવમાં અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ફાળ ફેલાઈ છે. આ ઉપરાંત, આર્થિક મહામંદીની અફવાઓએ પણ બજારના સેન્ટિમેન્ટને નબળું પાડ્યું છે, જેના કારણે બ્લૂ-ચિપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.