SBI ગ્રાહકો માટે સારા સમાચાર, અમૃત કલશ FDમાં રોકાણ કરવાની તારીખ લંબાવાઈ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ અમૃત કલાશ એફડીમાં રોકાણ કરવાની તારીખ લંબાવી છે. હવે રોકાણકારો આ સ્પેશિયલ એ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ અમૃત કલાશ એફડીમાં રોકાણ કરવાની તારીખ લંબાવી છે. હવે રોકાણકારો આ સ્પેશિયલ એફડીમાં 30 સપ્ટેમ્બર, 2024 સુધી રોકાણ કરી શકે છે. આ બેંકની સૌથી વધુ વ્યાજ આપતી FD છે.
બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે SBIની 400 દિવસની FD પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તે જ સમયે, સિનિયર સિટીઝનને 7.60 ટકા વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.
પ્રી-મેચ્યોર વિથડ્રોલ
SBIની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આ FDમાં પ્રી-મેચ્યોર વિથડ્રોલની સુવિધા પણ આપવામાં આવે છે. જો કે, આ માટે 0.5 ટકાથી 1 ટકા સુધીનો દંડ ભરવો પડશે. આ એફડીમાં વ્યાજ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને મેચ્યોરિટી પર ચૂકવવામાં આવે છે.
SBI FDના વ્યાજ દર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય રોકાણકારોને FD પર 3.5 ટકાથી 7.1 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. તે જ સમયે, સિનિયર સિટીઝનને 4 ટકાથી 7.50 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.
- 7 દિવસથી 45 દિવસ – 3.5 ટકા
- 46 દિવસથી 179 દિવસ – 4.75 ટકા
- 180 દિવસથી 210 દિવસ – 5.75 ટકા
- 211 દિવસથી 1 વર્ષ – 6 ટકા
- 1 વર્ષથી 2 વર્ષ – 6.8 ટકા
- 400 દિવસ – 7.10 ટકા
- 2 વર્ષથી 3 વર્ષ – 7 ટકા
- 3 વર્ષથી 5 વર્ષ – 6.75 ટકા
- 5 વર્ષથી 10 વર્ષ – 6.5 ટકા
બેંક તેની તમામ FD પર સિનિયર સિટીઝનને 0.50 ટકા વધારાનું વ્યાજ આપી રહી છે.








