ઈન્ડસઈન્ડ બેંકના ગ્રાહકો ચિંતિત, RBIએ થાપણદારોને આપી આ ખાત્રી
ઇન્ડસઇન્ડ બેંકના ગ્રાહકોને આશ્વસ્ત કરતી અપડેટમાં ભારતીય રિઝર્વ બેંકે પુષ્ટિ કરી છે કે

ઇન્ડસઇન્ડ બેંકના ગ્રાહકોને આશ્વસ્ત કરતી અપડેટમાં ભારતીય રિઝર્વ બેંકે પુષ્ટિ કરી છે કે બેંકની નાણાકીય સ્થિતિ મજબૂત છે. આરબીઆઇએ એ વાત ઉપર ભાર મૂક્યો છે કે થાપણદારોએ ચિંતા કરવાનું કોઇ કારણ નથી અને તેમને આશ્વસ્ત રહેવા આગ્રહ કર્યો છે. કારણકે પરિસ્થિતિનો ઝડપથી ઉકેલ આવી રહ્યો છે.
આરબીઆઇએ ખાતરી પણ આપી હતી કે બેંકનો મૂડી પર્યાપ્તતા ગુણોત્તર, લિક્વિડિટી કવરેજ ગુણોત્તર અને જોગવાઈ કવરેજ ગુણોત્તર મજબૂત છે, જે સૂચવે છે કે બેંકની નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે.
તેનો મતલબ થાપણદારોનું ભંડોળ સુરક્ષિત છે. ઇન્ડસઇન્ડ બેંક પાસે 16.46 ટકાનો મર્યાપ્ત મૂડી પર્યાપ્તતા ગુણોત્તર છે અને 113 ટકાનું મજબૂત લિક્વિડિટી કવરેજ ગુણોત્તર છે, જે નિયામકીય જરૂરિયાતોથી ઉપર છે. પરિસ્થિતિ ઉપર યોગ્ય ધ્યાન અપાઇ રહ્યું છે અને ઝડપથી સુધારાત્મક પગલાં ભરાઇ રહ્યાં છે ત્યારે થાપણદારો વિશ્વાસ રાખી શકે છે કે બેંકની સ્થિરતા અને તેના ગ્રાહકોને સેવા આપવાની ક્ષમતા અકબંધ છે.
ગ્રાહકોને વિનંતી છે કે, તેઓ અટકળોની અવગણના કરે અને વિશ્વાસ રાખે કે તેમના નાણાકીય હિતો સુરક્ષિત છે.






