ઈન્ડિગોએ મહિલાઓ માટે શરૂ કરી ખાસ સુવિધા, પુરુષ કે મહિલાને જોઈને પસંદ કરી શકશો બાજુની સીટ
ઈન્ડિગો એરલાઈન્સે મહિલા મુસાફરો માટે એક નવી પહેલ શરૂ કરી છે. એરલાઈન્સે મહિલાઓને તેમની સીટ

ઈન્ડિગો એરલાઈન્સે મહિલા મુસાફરો માટે એક નવી પહેલ શરૂ કરી છે. એરલાઈન્સે મહિલાઓને તેમની સીટ પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. મહિલાઓ બાજુની સીટો ચેક કરીને પોતાની સીટ બુક કરાવી શકશે. વેબ ચેક-ઇન સમયે, અન્ય મહિલા મુસાફરો દ્વારા બુક કરવામાં આવેલી સીટો વિશે માહિતી ઉપલબ્ધ થશે, જેને જોઈને તેઓ તેમની સીટ બુક કરી શકશે.
બુધવારે આ વિશે માહિતી આપતા એરલાઈને કહ્યું કે, તેમણે એક નવી સુવિધા શરૂ કરી છે, જેનો હેતુ મહિલા મુસાફરો માટે મુસાફરીને સરળ અને સુવિધાજનક બનાવવાનો છે. આ સુવિધા ફક્ત વેબ ચેક-ઇન દરમિયાન મહિલા મુસાફરો દ્વારા બુક કરાયેલી સીટોની દૃશ્યતા પ્રદાન કરે છે. તે ખાસ કરીને એકલા મુસાફરી કરતી મહિલા મુસાફરો તેમજ પરિવાર સાથે બુકિંગના ભાગરૂપે PNR (પેસેન્જર નેમ રેકોર્ડ) માટે બનાવવામાં આવી છે.
એરલાઇન કંપની ઇન્ડિગોએ માર્કેટ રિસર્ચ બાદ મહિલા મુસાફરો માટે આ ખાસ સુવિધા રજૂ કરી છે. આ અંતર્ગત હવે સીટ બુક કરાવતી વખતે મહિલાઓ વેબ ચેક-ઈન સમયે અન્ય મહિલા મુસાફરો દ્વારા બુક કરાયેલી સીટ વિશે જાણી શકશે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગો દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન છે. તેનો બજાર હિસ્સો 60 ટકાથી વધુ છે. એપ્રિલમાં 80 લાખ મુસાફરોએ ઈન્ડિગોની સેવાઓ લીધી હતી.
એરલાઈન્સે કહ્યું કે, આ પહેલ માર્કેટ રિસર્ચના આધારે શરૂ કરવામાં આવી છે. તે હાલમાં અમારી #GirlPower ફિલોસોફીને અનુરૂપ પ્રાયોગિક તબક્કામાં છે. આ સુવિધા ફક્ત વેબ ચેક-ઇન દરમિયાન મહિલા મુસાફરો દ્વારા બુક કરાયેલી સીટોની દૃશ્યતા પ્રદાન કરે છે.






