દાળ-તેલ કરી રહ્યાં છે ખિસ્સા ખાલી, ભારતીય થાળી એક વર્ષમાં સાત ટકા મોંઘી થઇ
અત્યારે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. કરિયાણું અને દાળ પણ મોંઘી થઇ ગઇ છે તેના કારણે આપણી રોજિંદી થાળી કેટલી

અત્યારે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. કરિયાણું અને દાળ પણ મોંઘી થઇ ગઇ છે તેના કારણે આપણી રોજિંદી થાળી કેટલી મોંઘી થઇ છે? ક્રિસિલ લિમિટેડના એક ખાનગી સર્વેક્ષણમાં જણાયું કે છેલ્લાં એક વર્ષમાં ભારતીયોના ઘરમાં બનતી થાળી સાત ટકા સુધી મોંઘી થઇ ચૂકી છે.
ખાસ તો બટાટા અને ટામેટાના ભાવમાં એક જ વર્ષમાં 26 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો છે અને તેના કારણે સરવાળે ભારતમાં દાળ-ભાત,શાક બનાવવાનું મોંઘું થયું છે. શાકભાજીના ભાવમાં સરેરાશ 13 ટકા અને દાળોમાં એક વર્ષમાં 10 ટકા જેટલો વધારો થયો છે તેની સીધી અસર ડિશ પર પડી છે.
ટામેટાની કિંમતમાં 35%નો વધારો
ક્રિસિલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ટામેટાની કિંમતમાં દર વર્ષે 35%નો વધારો થયો છે જે નવેમ્બર 2024માં 53 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો હતો. ગત વર્ષે નવેમ્બર 2023ની વાત કરીએ તો આ 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતું. આ રીતે બટાટાની કિંમતમાં પણ વર્ષે 50%નો વધારો થયો છે જે 25 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 37 ટકા પ્રતિ કિલોગ્રામ થઇ ગયું છે જેનું મુખ્ય કારણ ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ જેવા બટાટાના ઉત્પાદક રાજ્યમાં લેટ બ્લાઇટ સંક્રમણને કારણે પાકમાં 20%નો ઘટાડો થયો હતો. આ સિવાય દાળ અને વેજિટેબલ ઓઇલની કિંમતમાં 10% અને 13%નો વધારો થયો છે જેનાથી શાકાહારી ભોજન મોંઘી બન્યું છે.
આ પણ વાંચો: મોબિક્વિકનો રૂ. 572 કરોડનો આઇપીઓ એક કલાકમાં છલકાઈ ગયોઃ ગ્રે માર્કેટમાંથી મળ્યા આવા સંકેત
નૉન-વેજ થાળીની કિંમત માત્ર 2% વધી
નૉન-વેજ થાળીની કિંમતમાં વાર્ષિક આધાર પર માત્ર 2%નો વધારો થયો છે જ્યારે બોઇલર ચિકનની કિંમતમાં સામાન્ય ઘટાડો થયો છે જે નૉન-વેજ થાળીની ખર્ચ લગભગ 50% છે. બોઇલરની કિંમતમાં 3%નો ઘટાડો છતા વેજિટેબલ ઓઇલ અને મસાલા સહિત અન્ય સામગ્રીની વધતી કિંમતોને કારણે નૉન-વેજ થાળીઓની કૂલ કિંમતમાં સામાન્ય વધારો થયો છે.








