Stock Market : ભારતીય શેરબજાર સતત ચોથા સત્રમાં ઉછાળા સાથે બંધ, આ શેરમાં જોવા મળી તેજી
ભારતીય શેરબજાર સતત ચોથા સત્રમાં ઉછાળા સાથે બંધ થયું છે. જેના પગલે રોકાણકારોને કરોડો રૂપિયોના ફાયદો થયો છે. બજાર બંધ થવા

ભારતીય શેરબજાર સતત ચોથા સત્રમાં ઉછાળા સાથે બંધ થયું છે. જેના પગલે રોકાણકારોને કરોડો રૂપિયોના ફાયદો થયો છે. બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 114 પોઈન્ટના ઉછાળા સાથે 73,852 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 34 પોઈન્ટના ઉછાળા સાથે 22,402 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે આઈટી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ અને મીડિયા શેરો ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં સારો દેખાવ જોવા મળ્યો હતો, તો સ્મોલ કેપ શેરોમાં ખરીદીને કારણે સ્મોલ કેપ ઈન્ડેક્સમાં પણ વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો ઉછાળા સાથે જ્યારે 13 નુકસાન સાથે બંધ થયા હતા.
આ શેર લીલા અને લાલ નિશાને થયા બંધ
હિન્દાલ્કો 3.96 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 3.87 ટકા, સિપ્લા 3.92 ટકા, ટાટા સ્ટીલ 2.73 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.64 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.48 ટકા, NTPC 1.25 ટકા, બજાજ ફાઇનાન્સ 0.94 ટકા, બજાજ ફિનસર્વ 0.62 ટકા અને સન ફાર્મા 0.54 ટકા વધીને બંધ થયા છે. જ્યારે ટેક મહિન્દ્રા 1.17 ટકા, TCS 1.07 ટકા, ઇન્ફોસિસ 0.68 ટકા, રિલાયન્સ 0.61 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી ત્રણના શેરમાં વધારો
ગૌતમ અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી ત્રણના શેરમાં વધારો રહ્યો હતો જ્યારે સાત કંપનીઓના શેરમાં નુકસાન નોંધાયું હતું. અદાણી પાવર એક ટકા ઘટીને બંધ રહ્યો હતો જ્યારે ACC લિમિટેડ 4.5 ટકા વધીને બંધ રહ્યો હતો.






