Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Indian investors are worried as the US market crashes

શેરબજારમાં સોમવારે ભૂકંપના સંકેત! અમેરિકાનું માર્કેટ તૂટતા ભારતીય રોકાણકારોમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
શેરબજારમાં સોમવારે ભૂકંપના સંકેત! અમેરિકાનું માર્કેટ તૂટતા ભારતીય રોકાણકારોમાં ફફડાટ
સોર્સ : GSTV

Stock Market News: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. શુક્રવારે રાત્રે અમેરિકન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેની સીધી અસર સોમવારે ભારતીય શેરબજાર પર પડવાની પૂરેપૂરી શક્યતા છે.

App Store

અમેરિકાના બજારમાં ગાબડું

શુક્રવારે રાત્રે અમેરિકાના બજારના ત્રણેય મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા:

Dow Jones: 793 પોઈન્ટ (-1.73%) તૂટીને 45,166 પર બંધ રહ્યો.

S&P 500: 112 પોઈન્ટના ઘટાડા સાથે 6,424 પર આવી ગયો.

Dow Future: અત્યારે 900 પોઈન્ટ અથવા આશરે 2% ના ઘટાડાનો સંકેત આપી રહ્યો છે, જે બજારમાં ભારે ગભરાટ સૂચવે છે.

ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ભડકો

કાચા તેલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે જે બ્રેન્ટ ક્રૂડ $100 ની નીચે હતું, તે માત્ર બે દિવસમાં $112.57 પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. ત્યારબાદ તે 105 ડૉલર પ્રતિ બેરલના ભાવે બંધ થયું હતું. નેચરલ ગેસ અને ગેસોલિનના ભાવમાં પણ 4% જેટલો વધારો થયો છે, જેના કારણે મોંઘવારી વધવાનો ખતરો પેદા થયો છે.

રૂપિયો ઓલ ટાઈમ લૉ પર

ડૉલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને હવે 95 ના સ્તરની નજીક પહોંચી ગયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ માત્ર માર્ચ મહિનામાં જ ભારતીય બજારમાંથી 1 લાખ કરોડ રૂપિયા થી વધુની વેચવાલી કરી છે, જે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાનું મુખ્ય કારણ છે.

ભારતીય રોકાણકારોના 9 લાખ કરોડ સ્વાહા

શુક્રવારે ભારતીય બજારમાં પણ સુનામી જોવા મળી હતી

Sensex: 1690 પોઈન્ટ (2.25%) ઘટીને 73,583 પર બંધ થયો.

Nifty: 486 પોઈન્ટ (2.09%) ઘટીને 22,819 પર બંધ થયો.

આ એક જ દિવસના ઘટાડામાં રોકાણકારોએ આશરે 9 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

ટ્રમ્પની ઈરાનને 10 દિવસની મહોલત

દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ખોલવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે 6 એપ્રિલ સુધી તેઓ ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો નહીં કરે. ટ્રમ્પના મતે ઈરાન અત્યારે સમજૂતી માટે આજીજી કરી રહ્યું છે અને ટૂંક સમયમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે.