તહેવારોમાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો છો તો આ બાબતોનું રાખજો ધ્યાન, આ ભૂલો કરી દેશે કંગાળ!
ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. દેશભરમાં ગણેશોત્સવની ઉ

ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ દેશમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. હવે આગામી થોડા દિવસોમાં નવરાત્રિ, દશેરા, દિવાળી, છઠ જેવા અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવશે. તહેવારોમાં લોકો ઘણી ખરીદી કરે છે. આ માટે તે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. જોકે, ક્રેડિટ કાર્ડના ઘણા ફાયદા છે, પરંતુ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે તહેવારોની સિઝનમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે ભૂલો કરવાથી બચી શકો છો.
ખરીદી પર જતા પહેલા બનાવો બજેટ
તહેવારોની સિઝનમાં લોકો મોટાભાગે વિચાર્યા વગર ખરીદી કરે છે. જ્યારે ક્રેડિટ કાર્ડ હાથમાં હોય ત્યારે તેઓ ઘણીવાર આવું કરે છે, પરંતુ તમારે આ ભૂલથી બચવું જોઈએ. તહેવાર માટે ખરીદી કરતા પહેલા તમારું બજેટ નક્કી કરો. આ પછી જ ખરીદી પર જાઓ. દરેક ક્રેડિટ કાર્ડની એક મર્યાદા હોય છે. ઘણીવાર લોકો તહેવારોની સિઝનમાં તેમની ક્રેડિટ લિમિટના 70થી 80 ટકા ઉપયોગ કરે છે, જે તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર કરે છે. તમારો ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો 30 ટકાની અંદર રાખવાનો પ્રયાસ કરો.
બિલિંગ તારીખને ધ્યાનમાં રાખીને કરો ખરીદી
ક્રેડિટ કાર્ડનું બિલ દર મહિને આવે છે. તમારે દર મહિને બિલની તારીખ પ્રમાણે તમારી ખરીદી કરવી જોઈએ જેથી તમને પછીથી બિલ ભરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. તહેવારોની સિઝનમાં લોકો વારંવાર રિવોર્ડ પોઈન્ટ મેળવવા માટે ખરીદી કરવા જાય છે. આવું કરવાથી બચો. આ કારણે, તમે પાછળથી દેવાના બોજમાં દબાઈ શકો છો. હંમેશા જરૂરી વસ્તુઓની જ ખરીદી કરો.






