મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

પૂરમાં વહી ગઈ છે કાર કે બાઈક તો ઈન્શ્યોરન્સ ક્લેમ મળશે કે નહીં? જાણો શું છે પ્રોસેસ

ચોમાસાના વરસાદે કડકડતી ગરમીથી ચોક્કસ રાહત આપી છે, પરંતુ ઘણા

પૂરમાં વહી ગઈ છે કાર કે બાઈક તો ઈન્શ્યોરન્સ ક્લેમ મળશે કે નહીં? જાણો શું છે પ્રોસેસ

ચોમાસાના વરસાદે કડકડતી ગરમીથી ચોક્કસ રાહત આપી છે, પરંતુ ઘણા રાજ્યોમાં તે મોટી સમસ્યા બની ગઈ છે. ઉત્તરાખંડ હોય, ગુજરાત હોય કે આસામ અને અરુણાચલ પ્રદેશ, મુશળધાર વરસાદે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જી છે. આ દરમિયાન પૂરમાં ફસાયેલી કારની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ થઈ રહી છે. આવી સ્થિતિમાં જ્યાં એ તરફ કુદરતી આફતોને કારણે જાનમાલનું નુકસાન જોવા મળી રહ્યું છે, તો બીજી પૂર, વરસાદ કે વાવાઝોડાને કારણે વાહનોને નુકસાન થવાના બનાવો પણ બને છે. હવે સવાલ એ છે કે, જો તમારી કાર ભારે વરસાદ કે પૂરના કારણે બગડે છે તો શું ઈન્શ્યોરન્સ કંપની તેની ભરપાઈ કરશે? ચાલો વિગતવાર સમજીએ...

ઈન્શ્યોરન્સ લેતી વખતે દરેક વિગતો પર આપો ધ્યાન

દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલીક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે અન્ય સ્થળોએ પાણીના જોરદાર પ્રવાહથી રસ્તાઓ ધોવાઈ ગયા હતા. તેજ ગતિએ પાણીમાં વહી જવાના વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે જો તમે મોટર ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે કેટલીક મહત્ત્વની બાબતોનું ખાસ ધ્યાન રાખ્યું હોય તો જ ઈન્શ્યોરન્સ કંપની પાસેથી વળતર મેળવો.

વાસ્તવમાં, વાહનનો ઈન્શ્યોરન્સ લેતી વખતે, માત્ર તેની ચોરી કે નુકસાન અથવા કોઈપણ ભાગ તૂટી જવા વિશે વિચારવું યોગ્ય નથી, પરંતુ તમે જે ઈન્શ્યોરન્સ ખરીદો છો તે વરસાદ અથવા પૂર જેવા કુદરતી કારણો સામે પણ લાગુ પડે છે આપત્તિઓથી થતાં નુકસાનની ભરપાઈ માટે પણ યોગ્ય છે કે નહીં? આવા નુકસાનને ટાળવા માટે, સૌથી પહેલા યાદ રાખવાની વાત એ છે કે, તમારે કારનો વીમો ખરીદવો જોઈએ જેમાં હેવી એન્જિન કવરનો પણ સમાવેશ થાય છે. કુદરતી આપત્તિના કારણે એન્જિનના સીઝને હાઇડ્રોસ્ટેટિક લોક કહેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, ઈન્શ્યોરન્સ કંપનીઓ ક્લેમ આપતી નથી કારણ કે, તેને અકસ્માતની કેટેગરીમાં રાખવામાં આવે છે.

કોમ્પ્રીહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સ શું છે?

મોટર વાહન અધિનિયમ-1988 મુજબ, પૂર, વરસાદ, વાવાઝોડા અથવા અન્ય કોઈપણ કુદરતી આફતને કારણે થતા નુકસાનને નુકસાનના કવર હેઠળ આવરી લેવામાં આવે છે. તેથી એવી ઈન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો જેમાં એન્જિન પ્રોટેક્શન ઍડ-ઑનનો વિકલ્પ હોય. જો તમે તમારા વાહન માટે કોમ્પ્રીહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સ લીધો હોય, તો તમે વાવાઝોડા અને અતિવૃષ્ટિ, વરસાદ અથવા પૂર જેવી કોઈપણ કુદરતી આફતને કારણે થયેલા નુકસાન માટે ક્લેમ કરી શકો છો.

ઈન્શ્યોરન્સના બે ઘટકો આ રીતે કરે છે કામ 

આ પોલિસીના બે ઘટકો છે. એક ઓન ડેમેજ અને બીજું થર્ડ પાર્ટી કવર. ઓન ડેમેજ આપત્તિઓ અથવા અન્ય કારણોને લીધે તમારી કારને થયેલા નુકસાનને આવરી લે છે અને ઈન્શ્યોરન્સ કંપની તમારા નુકસાન માટે ચૂકવણી કરે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, વરસાદ કે પૂરના પાણીમાં ફસાયેલા વાહનોના એન્જિનથી લઈને તેની બોડીને ભારે નુકસાન થાય છે. જોકે, બજારમાં એવી ઘણી વીમા પોલિસી ઉપલબ્ધ છે જે આવા નુકસાનને આવરી લે છે. ઈન્શ્યોરન્સ લેતી વખતે તમારે ફક્ત તમારી આંખો અને કાન ખુલ્લા રાખવાની જરૂર છે. પછી તમે સરળતાથી નુકસાનની ભરપાઈ કરી શકો છો.

આ રીતે ક્લેમ કરો ઈન્શ્યોરન્સ

  • તમારી પોલિસી નંબરનો ઉપયોગ કરીને સંબંધિત ઈન્શ્યોરન્સ કંપનીના ટોલ-ફ્રી નંબર પર ક્લેમ માટે રજિસ્ટર કરો.

  • કંપનીની વેબસાઇટ પરથી ક્લેમ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરો. બધા દસ્તાવેજો એકત્રિત કરો અને ક્લેમ ફોર્મ સબમિટ કરો.

  • ક્લેમની અરજી પછી, વાહનની તપાસ કંપની સર્વેયર અથવા વીડિયો સર્વે દ્વારા કરવામાં આવશે. આ સમય દરમિયાન તમામ દસ્તાવેજો તમારી સાથે રાખો.

  • વાહનનું સર્વે પૂર્ણ થયા પછી, સર્વેયર પોતાનો રિપોર્ટ ફાઇલ કરશે અને આમ કર્યા પછી, તમારો ઈન્શ્યોરન્સ ક્લેમ આવશે.

આ સમાચાર શેર કરો