મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

આ તારીખે ખુલશે હ્યુન્ડાઇનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની મહત્ત્વની વાતો

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ (એચએમઆઇએલ), દક્ષિણ કોરિયન ઓટોમોબાઈલ અગ્રણી હ્યુન્ડાઈની ભારતીય શાખા, તેનો રૂ

આ તારીખે ખુલશે હ્યુન્ડાઇનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ, જાણો પ્રાઇસ બેન્ડ સહિતની મહત્ત્વની વાતો

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ (એચએમઆઇએલ), દક્ષિણ કોરિયન ઓટોમોબાઈલ અગ્રણી હ્યુન્ડાઈની ભારતીય શાખા, તેનો રૂ. 27,870 કરોડનો આઇપીઓ 15 ઓક્ટોબરે લોન્ચ કરશે. કંપનીએ બુધવારે આ જાણકારી આપી.

જે રોકાણકારો આ આઇપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેમને તેની સાથે સંબંધિત મહત્વની બાબતો જાણવી જોઈએ-

પ્રાઇસ બેન્ડ શું છે?

હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયાએ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 1865થી 1960 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ છે. આ પહેલા એલઆઇસીનો રૂ. 21,000 કરોડનો આઇપીઓ આવ્યો હતો. 

ક્યાં સુધી થઇ શકશે રોકાણ?

રોકાણકારો 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી આ આઇપીઓમાં સબ્સ્ક્રાઇબ કરી શકશે. તે જ સમયે, એન્કર (મોટા) રોકાણકારો 14 ઓક્ટોબરે બિડ કરી શકશે. કંપનીએ જણાવ્યું હતું કે આ આઇપીઓ સંપૂર્ણપણે 14,21,94,700 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ(ઓએફએસ) પર આધારિત છે, જે પ્રમોટર હ્યુન્ડાઇ મોટર કંપની દ્વારા ઓફર કરવામાં આવશે.

તમે કેટલો સમય રોકાણ કરી શકશો?

રોકાણકારો 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી આ આઇપીઓમાં સબ્સ્ક્રાઇબ કરી શકશે. તે જ સમયે, એન્કર (મોટા) રોકાણકારો 14 ઓક્ટોબરે બિડ કરી શકશે. કંપનીએ જણાવ્યું હતું કે આ આઇપીઓ સંપૂર્ણપણે 14,21,94,700 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ(ઓએફએસ) પર આધારિત છે, જે પ્રમોટર હ્યુન્ડાઇ મોટર કંપની દ્વારા ઓફર કરવામાં આવશે.

બે દાયકા બાદ વાહન ઉત્પાદક કંપનીનો આઇપીઓ

આ આઈપીઓ ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખાસ છે, કારણ કે લગભગ બે દાયકા પછી કોઈ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની તેનો આઈપીઓ લોન્ચ કરી રહી છે. અગાઉ 2003માં જાપાનની મારુતિ સુઝુકીએ તેનો આઇપીઓ લોન્ચ કર્યો હતો.

શેરની ફાળવણી

સબ્સ્ક્રિપ્શન વિન્ડો બંધ થયા પછી, કંપનીના શેરની ફાળવણી શુક્રવાર, ઑક્ટોબર 18, 2024ના રોજ આખરી થવાની ધારણા છે અને ત્યાર બાદ કંપનીના શેર સોમવાર, ઑક્ટોબર 21, 2024ના રોજ ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે.

શેર ક્યારે લિસ્ટ થશે?

હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયાનો આઇપીઓ મંગળવાર, 22 ઓક્ટોબર 2024ના રોજ બીએસઇ અને એનએસઇ પર શેરબજારમાં લિસ્ટ થશે.

ગ્રે માર્કેટમાં શું માહોલ છે?

ગ્રે માર્કેટની ગતિવિધિઓ પર નજર રાખનારા સૂત્રોનું કહેવું છે કે, હ્યુન્ડાઇ મોટર્સનો આઇપીઓ ગ્રે માર્કેટમાં રૂ. 147ના પ્રિમિયમથી ટ્રેડ થઇ રહ્યો છે. આ પ્રીમિયમ ઉપલા પ્રાઇસ બેન્ડથી 1960ની સરખામણીએ 7.5 ટકાની બરાબર છે. 

એચએમઆઇએલને આઇપીઓમાંથી રકમ નહીં મળે

હ્યુન્ડાઈ મોટર કંપની પોતાનો કેટલોક હિસ્સો ઓફર ફોર સેલ દ્વારા વેચી રહી છે. આ જાહેર ઈશ્યુ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ પર આધારિત હોવાથી, એચએમઆઇએલને આઇપીઓમાંથી કોઈ સીધી આવક પ્રાપ્ત થશે નહીં. જોકે, કંપનીએ આશા વ્યક્ત કરી છે કે શેરનું લિસ્ટિંગ તેની બ્રાન્ડ ઈમેજ અને માર્કેટ લિક્વિડિટીમાં વધારો કરશે.

ઉપલા ભાવની શ્રેણીમાં, આઇપીઓનું કુલ કદ રૂ. 27,870 કરોડ સુધી પહોંચી શકે છે, અને આઇપીઓ પછી એચએમઆઇએલનું માર્કેટ વેલ્યુએશન રૂ. 1.6 લાખ કરોડની આસપાસ રહેવાની શક્યતા છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ ભારતમાં તેની કામગીરી 1996માં શરૂ કરી હતી અને હાલમાં તે વિવિધ સેગમેન્ટમાં 13 મોડલનું વેચાણ કરે છે.

આ સમાચાર શેર કરો