મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

હોમ લોન પર કેવી રીતે ઘટાડવો EMIનો બોજ? તમને ઉપયોગી થઈ શકે છે આ 5 રીતો

હોમ લોન એ લાંબા ગાળાની જવાબદારી છે. હોમ લોન તમારા સપનાનું ઘર મેળવવામાં તમને મદદ કરી શકે છે, પરંતુ વ્યાજ સાથે તેનું

હોમ લોન પર કેવી રીતે ઘટાડવો EMIનો બોજ? તમને ઉપયોગી થઈ શકે છે આ 5 રીતો

હોમ લોન એ લાંબા ગાળાની જવાબદારી છે. હોમ લોન તમારા સપનાનું ઘર મેળવવામાં તમને મદદ કરી શકે છે, પરંતુ વ્યાજ સાથે તેનું રીપેમેન્ટ મોંઘુ છે. ઘર ખરીદનાર તરીકે, તમારી હોમ લોનની માસિક ચૂકવણીને જાળવી રાખવી આર્થિક રીતે કંટાળાજનક હોઈ શકે છે, કારણ કે તમારે EMI નિયમિતપણે ચૂકવવા પડશે. વધુમાં, લોનનું વ્યાજ તમારા નાણાકીય બોજને વધારી શકે છે. પરંતુ જો તમે યોગ્ય પ્લાનિંગ કરો છો, તો લોનની ચૂકવણીમાં વધુ સમસ્યા નહીં આવે. જો તમે ઈચ્છો તો હોમ લોનની EMI ઘટાડી શકો છો. એટલે કે, વ્યાજ તરીકે ચૂકવવાની રકમ ઘટાડી શકાય છે. આ માટે, કેટલીક રીત ઉપયોગી થઈ શકે છે.

લોન પ્રી-પેમેન્ટ

જો તમે તમારી હોમ લોન પર વ્યાજની ચૂકવણી ઘટાડવા માંગો છો, તો તમારે લોનના પ્રી-પેમેન્ટ વિશે વિચારવું જોઈએ. પ્રી-પેમેન્ટની કરવાથી મૂળ રકમમાં ઘટાડો થાય છે અને તે વ્યાજ ઘટાડે છે. આ કરતા પહેલા, ખાતરી કરો કે તમારી બેંક અથવા હોમ લોન પ્રોવાઇડર પ્રી-પેમેન્ટ માટે કોઈ ફી વસૂલતા નથી, ખાસ કરીને જો વ્યાજ દર નિશ્ચિત હોય. ફ્લોટિંગ રેટના કિસ્સામાં, કોઈ પ્રી-ક્લોઝર ચાર્જ વસૂલવામાં આવતો નથી.

લાંબા ગાળાની લોન પસંદ ન કરો

લાંબા ગાળાની હોમ લોન માટે બેંકો દ્વારા વસૂલવામાં આવતા વ્યાજ દરો વધુ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમારી નાણાકીય સ્થિતિ તેની મંજૂરી આપે છે, તો ટૂંકા ગાળાની હોમ લોન પસંદ કરવી યોગ્ય રહેશે. આનાથી નીચા વ્યાજ દરો સાથે રીપેમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે.

જો શક્ય હોય તો EMI વધારો

જો તમારી નાણાકીય સ્થિતિ સ્થિર છે, તો તમે દર વર્ષે તમારા EMIમાં 5 ટકાનો વધારો અથવા વર્ષમાં એક કરતાં વધુ EMI ચૂકવવાનું વિચારી શકો છો. આનાથી વ્યાજની રકમમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ પહેલા તમારે એક બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે તમારી નાણાકીય જરૂરિયાતોનો અંદાજ કાઢો, પછી હોમ લોન EMIની ગણતરી કરો, તેમજ પગાર વૃદ્ધિ અથવા વાર્ષિક બોનસના કિસ્સામાં તમે કેટલો વધારાનો હપ્તો ભરી શકો છો તે નક્કી કરો. રકમ ઓચ્ચી હશે, તો પણ તે તમારા લોનના કાર્યકાળ પર અસર કરી શકે છે.

ઓછા વ્યાજ દરો પર નજર રાખો

બજારમાં હોમ લોનના વ્યાજ દરો પર હંમેશા નજર રાખો. જેથી તમે જાણી શકો છો કે કે શું અન્ય બેંકોના વ્યાજ દર ઓછા છે. આ તમને રિફાઇનાન્સ અથવા હોમ લોન બેલેન્સ ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરવામાં મદદ કરી શકે છે. તેનાથી વ્યાજનો બોજ ઓછો થાય છે. આ પ્રક્રિયામાં જૂની બેંકમાંથી નીચા દરે નવી બેંકમાં બેલેન્સ ટ્રાન્સફર કરી શકાય છે. વ્યાઆ જ પર બચત કરવાની અને અન્ય નાણાકીય જવાબદારીઓનું પૂરી કરવા માટે તમારી બચતનો ઉપયોગ કરવાની એક સરળ અને અસરકારક રીત છે.

ડાઉન પેમેન્ટમાં વધુ રકમ ચૂકવવાનો પ્રયાસ કરો

જ્યારે તમે ઘર ખરીદો છો, ત્યારે સામાન્ય રીતે જરૂરી છે કે તમે કુલ ખરીદી કિંમતના ઓછામાં ઓછા 20 ટકા ડાઉન પેમેન્ટ કરો. જો તમે હોમ લોન લઈ રહ્યા છો, તો ચોક્કસપણે મહત્તમ રકમ ડાઉન પેમેન્ટ કરવાનો પ્રયાસ કરો. તેનાથી લોનની રકમ ઘટી શકે છે, અને ઓછા વ્યાજ દર પર લોન મેળવવામાં મદદ કરી શકે છે. તે તમારી હોમ લોનના રીપેમેન્ટને સરળ બનાવશે.

આ સમાચાર શેર કરો