Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : How much right does a son-in-law have over his father-in-law's property?

જમાઈનો સસરાની મિલકત પર કેટલો અધિકાર હોય? જાણો શું કહે છે કાયદો 

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2025
લાઇવ ટીવીGoogle News
જમાઈનો સસરાની મિલકત પર કેટલો અધિકાર હોય? જાણો શું કહે છે કાયદો 

મિલકતની વહેચણીમાં(Distribution of property) હવે દીકરી પણ બરાબરની હકદાર છે. ત્યારે હવે આજે આપણે જાણીએ કે સસરાની મિલકતમાં જમાઈ હકદાર છે કે નહિ, અને જો હોય તો તેને કેટલી મિલકત મળે. દેશમાં મિલકતના અધિકારો અને વારસા સંબંધિત નિયમો ધર્મ અનુસાર નક્કી કરવામાં આવે છે. આ માટે બધા ધર્મોમાં અલગ અલગ કાયદા છે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ (HSA), 1956 મુજબ, વર્ગ 1 વારસદારોમાં પત્ની (વિધવા), પુત્ર, પુત્રી, માતા, મૃત પુત્રની પુત્રી, મૃત પુત્રનો પુત્ર, મૃત પુત્રની પત્ની, મૃત પુત્રના મૃત પુત્ર અને બાળકોનો સમાવેશ થાય છે. જો વર્ગ 1 ના વારસદારો હયાત ન હોય, તો મિલકત વર્ગ 2 ના વારસદારોને જાય છે, જેમાં પિતા, ભાઈ-બહેન, દાદા-દાદી, કાકા, કાકી વગેરેનો સમાવેશ થાય છે.

App Store

વર્ગ 1 ના અનુગામીઓ:

પત્ની (વિધવા),
દીકરા,
દીકરી,
માતા,
મૃત પુત્રની પુત્રી,
મૃત પુત્રનો પુત્ર,
મૃતક પુત્રની પત્ની
મૃતક પુત્રના પત્ની અને બાળકો વગેરે.

જમાઈ પરિવારનો સભ્ય ગણવામાં આવશે નહીં
આવા જ એક કેસની સુનાવણી કરતા, કેરળ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે જમાઈનો તેના સસરાની મિલકત પર કોઈ અધિકાર નથી, ભલે તેણે ઘર બનાવવામાં ફાળો આપ્યો હોય. કોર્ટે કહ્યું કે દીકરીના પતિને સસરાના ઘરમાં ફક્ત ત્યાં સુધી જ મંજૂરી છે જ્યાં સુધી સસરા તેને પરવાનગી આપે. કોર્ટે આ કેસમાં સ્પષ્ટતા કરી હતી કે જમાઈ એવો દાવો કરી શકતા નથી કે લગ્ન પછી તે પરિવારનો સભ્ય બની ગયો છે અને મિલકત પર તેનો અધિકાર છે.

જમાઈને કોઈ અધિકાર નથી.
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ અને કેરળ હાઈકોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે જમાઈને તેના સસરાની મિલકતમાં કોઈ અધિકાર નથી. જો સસરા પરવાનગી આપે તો તે પોતાના ઘરમાં રહી શકે છે.