અદાણી મુદ્દે હિંડનબર્ગનો વધુ એક ધમાકો, શું સ્વિસ બેંકોમાં 310 મિલિયન ડોલર ફ્રિઝ કરાયા પૈસા?
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર અદાણી ગ્રુપ પર

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર અદાણી ગ્રુપ પર હુમલો કર્યો છે. હિન્ડેનબર્ગે 12 સપ્ટેમ્બર, 2024ના રોજ X પરની એક પોસ્ટમાં આરોપ લગાવતા સ્વિસ મીડિયા આઉટલેટ ગોથમ સિટીના એક સમાચારનો હવાલો આપીને કહ્યું છે કે, અદાણી જૂથની તપાસના ભાગ રૂપે સ્વિસ અધિકારીઓએ કેટલાય સ્વિસ બેંક ખાતાઓમાં રહેલી 310 મિલિયન ડોલરથી વધુની અંદાજે ભારતીય રૂપિયામાં આશરે રૂ. 2600 કરોડની રકમ ફ્રિઝ કરી દીધી છે. સ્વિસ સત્તાવાળાઓ 2021થી મની લોન્ડરિંગ અને સિક્યોરિટીઝ છેતરપિંડી માટે અદાણી જૂથની તપાસ કરી રહ્યા છે.
હિંડનબર્ગના આરોપોને અંગે અદાણી ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું કે, અદાણી ગ્રૂપની કોઈપણ સ્વિસ કોર્ટ કાર્યવાહીમાં કોઈ જાતની સંડોવણી કે ભાગીદારી નથી. અમારી કંપનીના કોઈપણ એકાઉન્ટને કોઈપણ અધિકારી દ્વારા ફ્રિઝ કરવામાં આવ્યા નથઈ. આ બધા આરોપો અવ્યવહારુ, અતાર્કિક અને વાહિયાત છે.
https://twitter.com/HindenburgRes/status/1834265857515499620
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમને એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે અમારા ગ્રૂપની પ્રતિષ્ઠા અને બજાર મૂલ્યને મોટું નુકસાન પહોંચાડવા માટે એકજૂટ થઈને કામ કરનારા જ એક સમૂહ દ્વારા આવો પ્લાનિંગ સાથેનો ગંભીર પ્રયાસ છે.
અમારું વિદેશી હોલ્ડિંગ પારદર્શક
અદાણી ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું કે, કથિત આદેશમાં 6 સ્વિસ કોર્ટોએ ન તો અમારી સમૂહ કંપનીઓનો ઉલ્લેખ કર્યો છે કે ન તો અમને આવી કોઈ સત્તા અથવા નિયમનકારી સંસ્થા પાસેથી સ્પષ્ટતા અથવા માહિતી માટે કોઈ સૂચના મળી છે. અમારું વિદેશી હોલ્ડિંગ માળખું પારદર્શક, સંપૂર્ણ રીતે જાહેર અને તમામ સંબંધિત કાયદાઓનું પાલન કરી રહ્યું છે.
છ સ્વિસ બેંકોમાં 310 મિલિયન ડોલરથી વધુ રકમ
હિન્ડેનબર્ગે સમાચારને ટાંકીને જણાવ્યું હતું કે, અદાણીનું પ્રતિનિધિત્વ કરતા ફ્રન્ટમેને બ્રિટિશ વર્જિન ટાપુઓ/મોરિશિયસ અને બર્મુડા સ્થિત અપારદર્શક ફંડ્સમાં રોકાણ કર્યું હતું, ફ્રન્ટમેન પાસે છ સ્વિસ બેંકોમાં 310 મિલિયન ડોલરથી વધુ રોકડ હતી, જે તમામ ફ્રીઝ કરી દેવામાં આવી છે.






