હિંડનબર્ગની ભારતને લઇને વધુ એક ચેતવણી, અદાણી પછી હવે નિશાના પર કોણ? શેર માર્કેટ પર પડી શકે છે અસર
ભારતના બીજા સૌથી અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગ્રુપને હચમચાવી નાખનાર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી

ભારતના બીજા સૌથી અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગ્રુપને હચમચાવી નાખનાર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એક વખત ચેતવણી જાહેર કરી છે. હવે જોવાનું રહેશે કે હિંડનબર્ગના નિશાના પર કોણ છે? હિંડનબર્ગ રિસર્ચે 10 ઓગસ્ટે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. જેમાં તેને લખ્યુ, 'ભારત માટે જલદી કંઇક મોટું થવાનું છે.' તે બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે હિંડનબર્ગ ફરી કોઇ મોટો રિપોર્ટ આપવાનું છે.
મહત્ત્વપૂર્ણ છે કે 24 જાન્યુઆરી 2024માં ભારતના ઇતિહાસની તે તારીખ છે જેને દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ અને અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીને ચોકાવી દીધા હતા. આ દિવસે અમેરિકાની એક શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપને લઇનએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તે બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેર ડાઉન થયા હતા અને શેર માર્કેટ હલી ગયું હતું.
જોકે, આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેર હજુ પણ પોતાની જૂની પોઝિશન પર આવી શક્યા નથી. હવે હિંડનબર્ગ રિસર્ચે ફરી એક વખત ભારતને લઇને ચેતવણી જાહેર કરી છે.
હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપ વિરૂદ્ધ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. હિંડનબર્ગનું કહેવું હતું કે અદાણી ગ્રુપના શેર્સને લઇને શોર્ટ પોઝિશન લીધેલી છે. જોકે, ત્યારે આ સ્પષ્ટ થયું નહતું કે તેને કોના માટે આ શોર્ટ પોઝિશન લીધી હતી કારણ કે ભારતીય શેર બજારમાં તેને ડાયરેક્ટ ડિલ કરવાની પરવાનગી નથી.






