દેશમાં ગુજરાતનો દબદબો: ટોરેન્ટ પાવર બની ભારતની નંબર-1 વીજ વિતરણ કંપની, અમદાવાદ-સુરતના યુનિટોએ મેળવ્યો 100માંથી 100 સ્કોર

Torrent Power: કેન્દ્રીય ઉર્જા મંત્રાલયના તાજેતરના સંકલિત રેન્કિંગમાં ટોરેન્ટ પાવર દેશની શ્રેષ્ઠ પ્રદર્શન કરતી વીજ વિતરણ કંપની તરીકે ઉભરી આવી છે.
કંપનીએ બીએસઇને આપેલી જાણકારીમાં જણાવ્યું હતું કે, અમદાવાદ અને સુરતમાં સ્થિત ટોરેન્ટ પાવરના લાઇસન્સ પ્રાપ્ત વિતરણ એકમોએ 100 માંથી 100 સ્કોર કર્યો છે અને યાદીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની સંકલિત વીજ કંપની, ટોરેન્ટ પાવરે, વીજળી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ 14મા સંકલિત રેટિંગ અને રેન્કિંગ હેઠળ, દેશની 65 જાહેર અને ખાનગી વીજ વિતરણ કંપનીઓમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
આ રેન્કિંગ મુખ્યત્વે નાણાકીય સ્થિરતા, કાર્યકારી શ્રેષ્ઠતા અને અન્ય બાહ્ય કામગીરી પરિમાણોના આધારે તૈયાર કરવામાં આવે છે.
ટોરેન્ટ પાવરના વાઇસ ચેરમેન જીનલ મહેતાએ જણાવ્યું હતું કે, કંપનીએ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં નુકસાન, ઇન્ટીગ્રેટેડ ટેકનોલોજી અને કોમર્શિયલ લોસ તેમજ વિશ્વસનીયતા જેવા મુખ્ય માપદંડો પર નવા ધોરણો સ્થાપિત કર્યા છે. જે સર્વોત્તમ વૈશ્વિક માનકોને અનુરૂપ છે. આ માન્યતા ઓપરેશનલ શ્રેષ્ઠતા અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
આ રેટિંગ, જે ઉર્જા મંત્રાલય દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવે છે, તે દેશના ખાનગી અને સરકારી બંને વીજ વિતરણ એકમોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે

