Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Great recovery in the stock market today! Sensex suddenly jumped 900+ points, experts gave this advice

શેરબજારમાં આજે શાનદાર રિકવરી! Sensexમાં એકઝાટકે 900+ પોઈન્ટનો ઉછાળો, એક્સપર્ટ્સે આપી આ સલાહ

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2026
લાઇવ ટીવીGoogle News
શેરબજારમાં આજે શાનદાર રિકવરી! Sensexમાં એકઝાટકે 900+ પોઈન્ટનો ઉછાળો, એક્સપર્ટ્સે આપી આ સલાહ
સોર્સ : GSTV

Sensex and Nifty News : ગુરુવારના ઐતિહાસિક ઘટાડા બાદ આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય બજારે શાનદાર રિકવરી કરી છે. શોર્ટ કવરિંગ અને વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ભારતીય શેરબજાર માટે શુક્રવારની સવાર રાહતના સમાચાર લઈને આવી છે. ગુરુવારે સેન્સેક્સમાં 2,496 પોઈન્ટનો જે ભીષણ કડાકો બોલાયો હતો, ત્યારબાદ આજે માર્કેટ 'રિકવરી મોડ'માં જોવા મળી રહ્યું છે. બીએસઈ (BSE) સેન્સેક્સ 911 પોઈન્ટના ઉછાળા સાથે 75,118 ની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી પણ 281 પોઈન્ટની છલાંગ લગાવીને 23,283 પર ટ્રેડ કરી રહ્યો છે.

App Store

રિકવરી પાછળના મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે, ગઈકાલના મોટા ઘટાડા બાદ બજારમાં 'શોર્ટ કવરિંગ' જોવા મળી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) તરફથી મળેલા પોઝિટિવ સંકેતોને કારણે બજાર મજબૂત શરૂઆત કરવામાં સફળ રહ્યું છે. જોકે, ઈરાન-અમેરિકા તણાવ અને તેલની વધતી કિંમતોને કારણે રોકાણકારો હજુ પણ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

ડૉલર સામે રુપિયાની શું છે સ્થિતિ? 

એક તરફ શેરબજારમાં તેજી છે, તો બીજી તરફ ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે. શુક્રવારે શરૂઆતી કારોબારમાં અમેરિકન ડૉલર સામે રૂપિયો 3 પૈસા ગબડીને 92.92 ની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે તેલની આયાત મોંઘી થઈ રહી છે, જેની સીધી અસર રૂપિયાના મૂલ્ય પર પડી રહી છે.

વૈશ્વિક બજારની સ્થિતિ

એશિયાઈ બજારો: કોરિયાનો કોસ્પી (Kospi) 1% વધ્યો છે, જ્યારે જાપાનમાં આજે રજા હોવાથી બજાર બંધ છે. હોંગકોંગના બજારમાં નબળાઈ જોવા મળી રહી છે.

તેલ અને સોનું: બ્રેન્ટ ક્રૂડ હાલમાં $107 પ્રતિ બેરલ પર સ્થિર છે. બીજી તરફ, સોનામાં આ અઠવાડિયે 8% નો ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા 6 વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હોઈ શકે છે.

રોકાણકારો માટે સલાહ

બજારમાં અત્યારે વોલેટિલિટી (ઉતાર-ચઢાવ) ખૂબ વધારે છે. ભલે આજે રિકવરી જોવા મળી રહી હોય, પરંતુ મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને મોંઘા તેલને કારણે જોખમ હજુ ટળ્યું નથી. નિષ્ણાતો રોકાણકારોને અત્યારે ઉતાવળે મોટું રોકાણ ન કરવા અને સાવચેત રહેવા સલાહ આપી રહ્યા છે.