Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold-silver market crash! Gold plunges by ₹6,000 and silver by ₹15,000

Gold-Silver Market Crash! સોનામાં ₹6,000 અને ચાંદીમાં ₹15,000નો મસમોટો ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Gold-Silver Market Crash! સોનામાં ₹6,000 અને ચાંદીમાં ₹15,000નો મસમોટો ઘટાડો
સોર્સ : GSTV

Gold Silver Market Crash: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટ હચમચી ગયું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન તેલ સપ્લાયના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવતા આગામી સમયમાં ગેસ અને તેલની અછત વધી શકે છે. આ જંગની અસર એવી થઈ રહી છે કે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. બીજી તરફ શેરબજાર અને સોના-ચાંદી ધડામ થઈ રહ્યા છે. બંને કિંમતી ધાતુઓમાં દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેડ તરફથી વ્યાજદરમાં કોઈ પ્રકારનો કાપ ન મૂકવામાં આવતા અને યુદ્ધની અસર ગુરુવારે ભારતીય શેરબજારની સાથે સોના-ચાંદી પર પણ જોવા મળી હતી. ધરેલું બજાર તેમજ MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર પણ ગોલ્ડ અને સિલ્વરના રેટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

App Store

કેમ ઘટ્યું અને કેટલું ઘટ્યું?

ઈઝરાયલ તરફથી પારસ ગેસ ફિલ્ડ પર હુમલો, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો ન કરવો અને HDFC બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેનના રાજીનામાની અસર ગુરુવારે સવારે શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમત પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં જ 2000 પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો. સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો બંને કિંમતી ધાતુઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ibjarates.com પર જાહેર કરાયેલા રેટ મુજબ ગુરુવારે 24 કેરેટ સોનું 4000 રૂપિયા અને ચાંદી 13000 રૂપિયાથી વધુ તૂટી ગઈ હતી. તો  MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનામાં 6 હજાર રૂપિયા તો ચાંદીમાં 15 હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.

સોનું 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે આવ્યું

ibjarates.comની વેબસાઈટ પર જાહેર કરાયેલા ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનું ઘટીને 1,51,030 રૂપિયા પર પહોંચી ગયું છે. તેવી જ રીતે 22 કેરેટ ગોલ્ડ ઘટીને 1,38,899 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. મહત્ત્વનું છે કે યુદ્ધ પહેલા 1,92,000 રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચેલું ગોલ્ડ 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટીને 151637 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

પોણા બે લાખ રૂપિયાથી વધુ તૂટી ચાંદી

ચાંદીની વાત કરીએ તો તે તેના રેકોર્ડ હાઈ લેવલથી પોણા બે લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધુ તૂટી ગઈ છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીનો ભાવ તેજીની સાથે રેકોર્ડ હાઈ 4.20 લાખ રૂપિયા પર નોંધાયો હતો. પરંતુ હવે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ibjarates.com મુજબ ગુરુવારે ચાંદી 2,36,809 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. આ રીતે તેમાં અંદાજે 1.85 લાખ રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ગુરુવારે (19 માર્ચ 2026) પણ ચાંદીના ભાવમાં 13000 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે.

MCX પર સોના અને ચાંદીના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો રેટ 4% અને ચાંદી 6.20 ટકા% થી વધુ નીચે સરકી ગઈ હતી. તેનું મોટું કારણ મજબૂત અમેરિકન ડોલર અને ઊંચા વ્યાજદરોને લઈને ઊભી થયેલી ચિંતા રહી હતી. MCX પર સોનું બપોરે 4 વાગ્યા સુધી 4.04% એટલે કે 6000 રૂપિયાથી વધુ ઘટીને 1,46,859 પર જ્યારે ચાંદી 6.20 ટકા ટકાથી વધુ એટલે કે 15,000 રૂપિયાથી વધુ તૂટીને 2,33,187 પર આવી ગઈ છે.