Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : bit.ly/Adani-IndiGo-Partnership

Adani Group: અદાણી એરપોર્ટ અને ઈન્ડિગોની ભાગીદારી: હવે એરપોર્ટ પર શોપિંગ કરવાથી મળશે 'બ્લુચિપ્સ' રિવોર્ડ્સ

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Adani Group: અદાણી એરપોર્ટ અને ઈન્ડિગોની ભાગીદારી: હવે એરપોર્ટ પર શોપિંગ કરવાથી મળશે 'બ્લુચિપ્સ' રિવોર્ડ્સ
સોર્સ : Google
Adani Group: અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. સંચાલિત વિમાની મથકોએ ઈન્ડિગો બ્લુચિપના સભ્યોને ડ્યુટી-ફ્રી શોપિંગની સવલત ઓફર કરવાના હેતુથી ભારતની પસંદગીની એરલાઇન ઈન્ડિગો અને દેશના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલક અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) એ એક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે 
App Store
 
અદાણી પ્લેટફોર્મ દ્વારા પ્રી-બુક કરાયેલ ડ્યુટી-ફ્રી ઉત્પાદનો પર ખર્ચવામાં આવેલા પ્રત્યેક રુ.100 માટે આ ભાગીદારી હેઠળ સભ્યો પાંચ ઈન્ડિગો બ્લુચિપ્સ પ્રાપ્ત કરી શકે છે. મુસાફરો પ્રસ્થાન પહેલાં ઓનલાઈન ઉત્પાદનો પસંદ અને  રિઝર્વ કરી ચૂકવણી કરી શકે છે અને એરપોર્ટ પર જ પોતે ખરીદેલી ચીજ વસ્તુ સરળતાથી હસ્તગત કરી શકે છે.
 
ઈન્ડિગોના ચીફ ડિજિટલ અને ઈન્ફર્મેશન ઓફિસર નીતન ચોપરાએ જણાવ્યું હતું કે  “ઈન્ડિગો ખાતે અમારા લોયલ્ટી પ્રોગ્રામના મૂલ્યના પ્રસ્તાવને વધારવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. અદાણી ડ્યુટી ફ્રી સાથેની આ ભાગીદારી ફ્લાઇટ્સ ઉપરાંત અર્થપૂર્ણ પુરસ્કારો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી અમારા ગ્રાહકો માટે મુસાફરીના પ્રત્યેક પગલાને વધુ ફાયદાકારક બનાવે છે. તેમણે કહ્યું હતું કે ઈન્ડિગોના વ્યાપક નેટવર્કને અદાણીના પ્રીમિયમ ડ્યુટી-ફ્રી અનુભવ સાથે જોડીને સમગ્ર ભારતમાં લાખો પ્રવાસીઓ માટે વધુ સુવિધા, પસંદગી અને મૂલ્ય લાવવાનો અમને આનંદ છે. કંપનીના નોન-એરોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુચિત બંસલે જણાવ્યું હતું કે અદાણી પ્લેટફોર્મ મારફત ડિજિટલ ડિસ્કવરી, પ્રી-ઓર્ડર સુવિધા અને સીમલેસ કલેક્શનનું સંકલન કરીને એરપોર્ટ ઉપર મુસાફરોના ખરીદીના અભિગમમાં પરિવર્તન કરી રહ્યા છીએ. ભારતની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો અને દેશના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર વચ્ચેની ભાગીદારી વધુ કનેક્ટેડ અને લાભદાયી ટ્રાવેલ રિટેલનો અનુભવ પૂરો પાડવા માટે એક સાથે લાવે છે.
 
આ માટેની વ્યવસ્થા હેઠળ ગ્રાહકો એક સમર્પિત પોર્ટલ દ્વારા લોગ ઈન કરી પોતાના ઈન્ડિગો બ્લુચિપ સભ્યપદ ઓળખ આઈડી.ને લિંક કરી શકે છે. તેઓએ ખરીદી કર્યાના 24-48 કલાકમાં ખરીદી ઉપર તેમણે કમાયેલ રકમ મેળવી શકે છે. આ અભિયાનનો હેતુ ડિજિટલ સુવિધા, લોયલ્ટીના લાભો અને એરપોર્ટ રિટેલને એક સાથે સાંકળીને સરળ મુસાફરીની અનુભૂતિ પૂરી પાડવાનો છે. 
 
ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બારડોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નવા કાર્યરત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે વિસ્તરણની યોજના સાથે હાલમાં મુંબઈ, અમદાવાદ, તિરુવનંતપુરમ, જયપુર, મેંગલુરુ અને લખનૌ એરપોર્ટ પર આ કાર્યક્રમ હેઠળ ડ્યુટી-ફ્રી સ્ટોર્સ ઉપલબ્ધ છે, જેમાં છે.95થી વધુ સ્થાનિક અને 40થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોના સમાવેશ સાથે ઈન્ડિગો વિશ્વભરમાં 140થી વધુ સ્થળોને જોડતી 2,000થી વધુ દૈનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, તેના ફ્લીટના કદ અને પેસેન્જર ટ્રાફિકની દ્રષ્ટીએ તે ભારતની સૌથી મોટી એરલાઈન છે. મુંબઈ, અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ મળી અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ. ભારતભરમાં આઠ એરપોર્ટનું સંચાલન કરે છે. 25 ડિસેમ્બર 2025થી વાણિજ્યિક કામગીરી શરૂ કરનાર નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પૈકીનું એક છે. એક સાથે વાર્ષિક લાખો મુસાફરોની અવરજવરનું સંચાલન કરતા આ એરપોર્ટ અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.ને ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ તરીકેના સ્થાને મૂકે છે.
 
ડિજિટલ ટ્રાવેલ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે બંને કંપનીઓ વચ્ચેની ભાગીદારી દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રયાસોને આ ભાગીદારી પ્રતિબિંબિત કરી મુસાફરોને બુકિંગ, પ્રવાસ અને એરપોર્ટ સેવાઓમાં વધુ સંકલિત મુસાફરી માટેની સંલગ્ન સેવાઓ પ્રદાન કરે છે.