મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ખુશખબર! પેટ્રોલ-ડીઝલ અને ગેસ થશે સસ્તાં, કેન્દ્રીય મંત્રીએ આપી મહત્ત્વપુર્ણ જાણકારી

ઘણા સમયથી સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા. હવે તે બધા માટે સારા સમાચાર છે

ખુશખબર! પેટ્રોલ-ડીઝલ અને ગેસ થશે સસ્તાં, કેન્દ્રીય મંત્રીએ આપી મહત્ત્વપુર્ણ જાણકારી

ઘણા સમયથી સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા. હવે તે બધા માટે સારા સમાચાર છે. આગામી સમયમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે. વાસ્તવમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, 'અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલ ઉત્પાદન વધારવાની તૈયારીઓને કારણે, ઇંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.' અમેરિકામાં ટ્રમ્પે કહ્યું હતું કે, 'ડ્રિલ, બેબી, ડ્રિલ.' જે વધુ ખોદકામ અને વધુ તેલ નીકાળવાનો સંકેત છે. તેમણે સત્તાવાર રીતે કહ્યું હતું કે, તેઓ આંતરરાષ્ટ્રીય તેલના ભાવ ઘટાડવા માગે છે.

ઓછી કિંમતમાં તેલની ખરીદી કરવી આવશ્યક

પુરીએ કહ્યું કે, 'આ માટે મને લાગે છે કે, વૈશ્વિક ઊર્જાની સ્થિતિમાં સુધારો આવશે. જેમાં બજારમાં વધુ તેલ અને ગેસ આવશે. આમ થવાથી આશા છે કે, તેની કિંમત ઘટાડવામાં પણ મદદ મળશે. જ્યારે ઓછી કિંમત પર ઊર્જા મળશે તો ફુગાવાની પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવામાં પણ મદદરૂપ થશે.' તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારતનો પ્રાથમિક ઉદ્દેશ્ય ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે ઓછી કિંમતમાં પૂરતા પ્રમાણમાં તેલની ખરીદી કરવાની જરૂર છે.

ડોલરમાં જ થશે મોટાભાગના વ્યવહારો

વધુમાં તેમણે કહ્યું કે, 'તેલની ખરીદીમાં ડોલરના ઉપયોગને ખત્મ કરવાનો ક્યારેય ઉદ્દેશ્ય ન હતો. જો કે, મોટાભાગના વ્યવહારો ડોલરમાં થાય છે અને હંમેશાથી થતી આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા પ્રશાસન સાથે ભારતે સંપર્ક સ્થાપિત કરી લીધો છે. જેમાં ઊર્જાને લઈને ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત થયા છે. આ અનુસાર ભારત અર્જેન્ટીના સહિત 40 દેશોમાંથી તેલની આયાત કરે છે. જો કે, દુનિયામાં પર્યાપ્ત તેલ છે, એટલા માટે ઉત્પાદકો દેશો જે કાપ કરી રહ્યાં છે, તેઓ પણ હવે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા મજબૂર કરશે.

આ સમાચાર શેર કરો