Gold Silver price today: ચાંદીના ભાવમાં રોકેટ ગતિએ વધારો, સોનાના ભાવ આજે કેટલે પહોંચ્યા? જાણો નવો ભાવ
Gold Silver price today: દેશની

Gold Silver price today: દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. એક કિલો ચાંદીમાં 9,750 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો હતો. આ દરમ્યાન આંતરરાષ્ટ્રીય બજારમાં સફેદ ધાતુએ 72 ડોલર પ્રતિ ઔંસનું લેવર પાર કર્યું હતું. મંગળવારે ચાંદીના ભાવ 2,17,250 રૂપિયા પ્રતિ કિલો હતી. સ્પોટ સિલ્વરે આંતરરાષ્ટ્રીય બજારમાં રેકોર્ડ ગતિએ ઉછાળો નોંધાવતા 72 ડોલરનું સ્તર પાર કરી લીધું હતું.
કેલેન્ડર વર્ષમાં ચાંદીનો ભાવ 1,37,300 એટલે કે, 153.06 ટકા વધીને 31 ડિસેમ્બર 2024ના રોજ નોંધાયેલી 89,700 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર ચાલી છે. નબળા અમેરિકી ડોલર, અમેરિકી ફેડરલ રિઝર્વના નરમ વલણની આશા અને ભૂ-રાજનૈતિક તણાવ સતત ચાંદી માટે અનુકૂળ સ્થિતિઓ બનાવી રહ્યું છે.
સોનાનો આજનો ભાવ
આ દરમિયાન, સ્થાનિક બુલિયન બજારમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતું કિંમતી ધાતુનું સોનું તેના વિક્રમી ઊંચા સ્તરથી થોડું ઘટીને રૂ. 1,40,800 પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) પર ટ્રેડ થઈ રહ્યું છે, જે મંગળવારે રૂ. 1,40,850 પ્રતિ 10 ગ્રામના પાછલા બંધ ભાવથી રૂ. 50 ઘટીને ટ્રેડ થઈ રહ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ પહેલી વાર ડોલર 4,500ની સપાટી વટાવી ગયો, જે 0.92 ટકાનો વધારો દર્શાવે છે. મળતી માહિતી અનુસાર, એશિયન સત્રમાં હાજર સોનાનો ભાવ ડોલર 4,525 પ્રતિ ઔંસનો નવો રેકોર્ડ બન્યો છે કારણ કે યુએસ ડોલર નબળો રહ્યો છે. છેલ્લા ચાર સત્રમાં સોનાના ભાવ ડોલર 186.46 અથવા 4.3 ટકા વધ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવ ડોલર 1,920.19 અથવા 73.7 ટકા વધ્યા છે.
સળંગ ચોથા દિવસે હાજર ચાંદીમાં વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીમાં સતત ચોથા દિવસે વધારો થયો, જે ડોલર 72.70 પ્રતિ ઔંસની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો. "યુએસ ફેડરલ રિઝર્વ તરફથી નાણાકીય નીતિમાં હળવાશની અપેક્ષાઓ અને વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સ્પોટ ચાંદી ડોલર 72 પ્રતિ ઔંસની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ," ઓગમેન્ટના રિસર્ચ હેડ રેનિશા ચૈનાનીએ જણાવ્યું. છેલ્લા ચાર સત્રોમાં ચાંદીના ભાવ ડોલર 5.56 અથવા 8.3 ટકા વધ્યા છે. વર્ષ-દર-વર્ષે, ચાંદી ડોલર 43.73 અથવા 151 ટકા વધી છે.
મળતી માહિતી અનુસાર, અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ આકર્ષાયા. વધુમાં, વર્ષ-2026માં ફેડ દ્વારા બે સંભવિત દર ઘટાડા સૂચવતા મજબૂત યુએસ ત્રીજા ક્વાર્ટરના GDP ડેટા છતાં ડોલર મજબૂત થયો ન હતો.







