Gold Silver Price: એક અઠવાડિયામાં ચાંદીમાં 16 હજારનો વધારો, જાણો સોનાનો કેટલો વધ્યો ભાવ?

Gold Silver Price: જો તમે સોના તેમજ ચાંદીમાં રોકાણ કરવાના છો અથવા આગામી દિવસોમાં ખરીદીનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ ખબર તમારા માટે ખૂબ અગત્યની છે. ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં મોંઘી ધાતુઓના ભાવમાં એકવાર ફરી તેજી જોવા મળી છે. જ્યારે સોનાની ચાલ આ વખતે થોડી ધીમી પડી છે. જ્યારે ચાંદીએ રોકાણકારોને ચોંકાવી દીધા હતા. માત્ર એક જ અઠવાડિયામાં 16,000 રૂપિયાની જોરદાર છલાંગ લગાવી છે. ઘરેલું બજારથી લઈ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી બંને ધાતુઓ પર વૈશ્વિક સંકેતોની સાફ અસર નજર આવી રહી છે.
સોનાની કિંમતમાં હળવો પરંતુ સતત તેજીનો તોખાર
દેશમાં સોનાના ભાવ વીકલી બેસિઝ પર મજબૂત થયા છે. ગત એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાની કિંમત 260 રૂપિયા વધી છે. જ્યારે 22 કેરેટ સોનું 250 રૂપિયા મોંઘું થયો છે. 21 ડિસેમ્બરે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,34,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો, જ્યારે 22 કેરેટ સોનું 1,23,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે.
બીજા શહેરોની સ્થિતિ
દેશના શહેરો જેવા કે, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા જેવા મોટા શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 1,34,181 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,23,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. પૂણે અને બેંગાલુરુમાં પણ આ રેટ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ 4,322ય51 ડોલર પ્રતિ ઔંસ પર યથાવત્ છે.
ચાંદીના ભાવમાં રોકેટ ગતિએ ઉછાળો
સોના કરતાં ચાંદીએ આ અઠવાડિયામાં વધુ જુસ્સો દર્શાવ્યો છે. ઘરેલું બજારમાં ચાંદીની કિંમત એક અઠવાડિયામાં સીધા 16 હજાર રૂપિયા વધી છે. 21 ડિસેમ્બરે ચાંદીનો ભાવ 2,14,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા. વિદેશી બજારમાં પણ ચાંદી મજબૂતીની સાથે 65.85 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધી ચાંદીની કિંમતોમાં આશરે 126 ટકાનો જોરદાર વધારો થઈ ચુક્યો છે. જેનાથી રોકાણકારોની આ ફેવરિટ ધાતુ બનાવી દીધી છે.
તેજીની પાછળનું શું કારણ છે?
કિંમતી ધાતુઓમાં આ તેજીની પાછળ અમેરિકી ફેડરલ રિઝર્વના સંકેત અગત્યના મનાઈ રહ્યા છે. ફેડ ગવર્નરે વ્યાજ દરમાં આગળ વધુ કાપને ટેકો આપ્યો છે. જો કે, તેઓએ એવું પણ જણાવ્યું કે, નીતિકાર સાવધાનીથી પગલાં વધારશે. અમેરિકી શ્રમ બદારના નરમ પડતા આંકડાઓમાં પણ દરની કાપની આશાને વધુ મજબૂત કરી, જેનો સીધો ફાયદો સોના અને ચાંદીનો મળ્યો છે.

