Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold, silver and palladium prices improve; Crude oil reaches below $64

Business: સોના-ચાંદી અને પેલેડિયમના ભાવમાં સુધારો; 64 ડોલરની અંદર પહોંચ્યું ક્રૂડ ઓઇલ

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Business: સોના-ચાંદી અને પેલેડિયમના ભાવમાં સુધારો; 64 ડોલરની અંદર પહોંચ્યું ક્રૂડ ઓઇલ
સોર્સ : GSTV

5 મહિનાની ટોચેથી ડોલર ઈન્ડેકસ ફરી નબળું પડતા વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં ફરી ઉછાળો આવ્યો હતો. સોનાએ ફરી 4,000 ડોલરની સપાટી કુદાવી હતી. બીજી બાજુ અમેરિકામાં શટડાઉન લાંબુ ચાલતા આર્થિક આઉટલુક બાબતે ચિંતાઓ ઊભી થઈ રહી છે. 

App Store

ડોલર નબળો પડતાં સોનામાં ફરી સેફ હેવન માંગ

આ ઉપરાંત અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફની કાયદેસરતા બાબતે શંકા ઊભી કરી છે અને જો ટ્રમ્પના નિર્ણયને રદ કરવામાં આવશે તો અમેરિકામાં મોટી નાણાંકીય સમસ્યા ઊભી થવાના ભયે ડોલરને નબળો પડયો છે અને સોનામાં ફરી સેફ હેવન માંગ નીકળી હોવાનું બજારના વર્તુળો માની રહ્યા છે. ડોલર ઈન્ડેકસ ફરી 100ના સ્તરની નીચે સરકી ગયું હતું. જે વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદી સુધારા તરફી રહ્યું હતું. અમેરિકામાં ક્રુડ ઓઈલનો સ્ટોક વધીને આયાત અને માંગ નબળી રહેવાના સંકેતને કારણે ભાવ ઘટી 64 ડોલરની અંદર સરકી ગયા. 

મુંબઈમાં સોનાના ભાવ

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં 99.90 દસ ગ્રામ સોનાના GST વગરના ભાવ રૂપિયા 1,20,670 મુકાયા હતા. GST સાથે ભાવ 3% ઊંચા મુકાયા હતા. 99.50 સોનાના દસ ગ્રામના GST વગરના ભાવ રૂપિયા 1,20,187 મુકાયા હતા. GST સાથે ભાવ 3% ઊંચા મુકાયા હતા. એક કિલોના ચાંદી .999 GST વગરના ભાવ રૂપિયા 1,48,242 નોંધાયા હતા. જે આગલા બંધથી રૂપિયા 2,000 જેટલા ઊંચા હતા.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ

અમદાવાદ બજારમાં સોનુ 99.90 પ્રતિ દસ ગ્રામ રૂપિયા 1,24,300 જ્યારે 99.50ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા 1,24,000 મુકાયા હતા. ચાંદી .999 એક કિલોના રૂપિયા 1,50,000 બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ 100ની અંદર ઊતરી જતા ફન્ડ હાઉસોની ફરી સોનામાં સેફ હેવન ખરીદી નીકળી હતી. અમેરિકામાં ટેરિફને મુદ્દે સ્થિતિ ડામાડોળ થવાના સંકેતે સોનામાં ફરી આકર્ષણ વધ્યુ છે. સોનુ પ્રતિ ઔંસ 4,015 ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ 48.67 ડોલર નોંધાયું હતું. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ 1566 ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ 1,411 ડોલર સ્થિર રહ્યું હતું.

અમેરિકામાં ગયા સપ્તાહમાં ક્રુડ ઓઈલનો સ્ટોક દસ લાખ બેરલ ઘટવાની અપેક્ષા સામે 52 લાખ બેરલ્સ વધીને આવતા અને માંગ પણ નબળી રહેવાના સંકેતે ક્રુડ ઓઈલના ભાવ દબાણ હેઠળ આવી ગયા હતા. નાયમેકસ WTI ક્રુડ તેલ પ્રતિ બેરલ 60.02 ડોલર જ્યારે ICI બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ 64 ડોલરની અંદર સરકી મોડી સાંજે 63.88 ડોલર બોલાતું હતું.