સોનું ઓલ ટાઇમ હાઇ, 78,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યું
શેર માર્કેટ સોમવારે ખુલ્યા બાદ તૂટી ગયું હતું પણ સોનાનું માર્કેટ સતત ઊંચાઇ પર પહોંચીને નવ

શેર માર્કેટ સોમવારે ખુલ્યા બાદ તૂટી ગયું હતું પણ સોનાનું માર્કેટ સતત ઊંચાઇ પર પહોંચીને નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. જ્વેલરીની વધતી ખરીદદારી અને વિદેશી બજારમાં સતત મજબૂત હોવાને કારણે સોનાની કિંમત 250 રૂપિયા ફરી વધી છે. 78700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનું પહોંચી ગયું છે જે શુક્રવારે 78450 રૂપિયા પર બંધ થયું હતું.
સ્ટોકિસ્ટો અને રિટેલરોની સ્થાનિક માંગમાં વધારો થવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત, ઇક્વિટી બજારોમાં ઘટાડાથી પણ કિંમતી ધાતુમાં વધારો થયો હતો કારણ કે રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિ તરફ આગળ વધ્યા હતા.
જ્યારે ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચાંદી શુક્રવારના રૂ. 94,200 પ્રતિ કિલોગ્રામથી રૂ. 200 ઘટીને રૂ. 94,000 પર આવી ગઈ છે






