Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold and silver prices fell due to a single decision by America; Silver directly became cheaper by ₹9,000!

VIDEO: અમેરિકાના આ એક જ નિર્ણયથી સોના-ચાંદીના ભાવ તૂટ્યા; ચાંદી સીધી ₹9,000 સસ્તી!

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Gold Silver Prices Crash: સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. યુએસ ફેડરલ રિઝર્વ બેંક તરફથી રેટના નિર્ણયને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. અમેરિકાના આ નિર્ણયના કારણે ગુરુવારે(18 જૂન) ચાંદી 9 હજાર રૂપિયા સસ્તી થઈ છે. જ્યારે સોનાની કિંમતમાં પણ ધબડકો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર, ભારતીય કોમોડિટી બજાર અને બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવ ઓછા નોંધાયા છે.

App Store

ચાંદીના ભાવમાં રૂ.8,800 થી વધુનો ઘટાડો 

મલ્ટી-કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવ રૂ.8,800 થી વધુ ઘટ્યા છે, જેના કારણે તેનો ભાવ રૂ.2.45 લાખની નીચે આવી ગયો છે. ચાંદીના ભાવ હાલમાં 3.51% અથવા રૂ.8,840 ઘટીને રૂ.2,42,967 પ્રતિ કિલો થયા છે. જ્યારે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. MCX સોનાના ભાવ રૂ.3,200 અથવા 2.12% ઘટીને રૂ.1,50,616 પ્રતિ 10 ગ્રામ થયા છે.

24 કેરેટ સોનાના ભાવ પણ ઘટ્યા

બુલિયન માર્કેટ અનુસાર, સોના અને ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. 24 કેરેટ સોનાનો ભાવ રૂ.800 થી વધુ ઘટીને રૂ.1.49 લાખ પ્રતિ 10 ગ્રામ થયા છે. 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1.36 લાખ પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ સોનાનો ભાવ ₹1.12 લાખ પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીનો ભાવ 4000 રૂપિયા ઘટીને રૂ.2.43 લાખ રૂપિયા પ્રતિ કિલો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમત 

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવ 55 ડોલર અથવા 1.28% ઘટીને 4,325.22 ડોલર પ્રતિ ઔંસ થયા છે. તેવી જ રીતે, ચાંદીના ભાવ 2.53% ઘટીને 68.98 ડોલર પ્રતિ ઔંસ થયા છે.

સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કેમ આવ્યો?

યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ (Fed) એ તેની જૂન 2026ની બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફેડરલ ફંડ્સ રેટ 3.50% થી 3.75% ની રેન્જમાં યથાવત રહ્યો છે. જોકે, અધિકારીઓએ સંકેત આપ્યો છે કે સતત ઊંચા ફુગાવાને કારણે આ વર્ષના અંત સુધીમાં દરમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. સ્થિર દર અને ફુગાવાની ચિંતાઓને કારણે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

ફેડ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, 'ફુગાવો ચિંતાનો વિષય છે અને હાલમાં દરમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં.'