Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold and silver prices are up, international markets are also in turmoil, know the reason

VIDEO: રોકાણકારોને ઝટકો! સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ભારે ધોવાણ, જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Gold Silver Price Crash : સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે શુક્રવારનો કારોબારી સત્ર અત્યંત આંચકાજનક સાબિત થયો હતો. વૈશ્વિક સ્તરે વ્યાજ દરો અંગે વધતી ચિંતા, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને મોંઘવારીની આશંકાઓ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં ક્યારેય ન જોયો હોય તેવો મોટો કડાકો નોંધાયો છે. વૈશ્વિક દબાણને કારણે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓ એકઝાટકે નીચે ગબડી પડી છે.

App Store

સોના-ચાંદીની કિંમતો ગગડી 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર શુક્રવારે રાત્રિના ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

સોનાની સ્થિતિ: 

ઓગસ્ટ ડિલિવરી વાળું સોનું 2.62% એટલે કે Rs 4173 તૂટીને Rs 1,55,313.00 ના દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું હતું. સમાચાર લખાવા સુધી તે 2.69% ના ઘટાડા સાથે Rs 1,55,250.00 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જેમાં દિવસ દરમિયાન ઊંચી સપાટી Rs 1,58,598.00 અને નીચી સપાટી Rs 1,55,245.00 નોંધાઈ છે.

ચાંદીની સ્થિતિ: 

ચાંદીના રોકાણકારો માટે આ કડાકો બહુ મોટો હતો. જુલાઈ ડિલિવરી વાળી ચાંદી 5.88% એટલે કે એકઝાટકે Rs 15,887 ના ઘટાડા સાથે Rs 2,48,909.00 ના લો લેવલ પર આવી ગઈ હતી. મોડી રાત્રે તે 5.93% ના ઘટાડા સાથે Rs 2,49,100.00 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. દિવસ દરમિયાન ચાંદીનો હાઈ લેવલ Rs 2,61,892.00 રહ્યો હતો.

અચાનક બજાર કેમ તૂટ્યું? સમજો સરળ ભાષામાં

સોના-ચાંદીમાં આવેલા આ ભયાનક ભૂકંપ પાછળ અમેરિકાના આર્થિક આંકડા જવાબદાર છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટ (BLS) દ્વારા શુક્રવારે સાંજે જારી કરાયેલા અહેવાલ મુજબ, અમેરિકામાં મે મહિના દરમિયાન નોન-ફાર્મ પેરોલ્સ (NFP) એટલે કે રોજગારની સંખ્યામાં 1,72,000 નો મોટો વધારો થયો છે. બજારના વિશ્લેષકો માત્ર 85,000 નવી નોકરીઓની આશા રાખીને બેઠા હતા, પરંતુ વાસ્તવિક આંકડો તેનાથી બમણો આવ્યો છે.

આ મજબૂત આંકડાનો સીધો અર્થ એ થાય છે કે અમેરિકાની અર્થવ્યવસ્થા હજુ પણ ધારણા કરતાં વધુ મજબૂત છે. આના કારણે અમેરિકન સેન્ટ્રલ બેંક 'ફેડરલ રિઝર્વ' વ્યાજ દરોમાં વહેલી તકે જે ઘટાડો કરવાની હતી, તે હવે મોડો અથવા ઓછો કરશે. ડૉલર ઇન્ડેક્સ 99.4 ની સપાટી પર મજબૂત થતાં અને વ્યાજ દરો ઊંચા રહેવાની શક્યતાને પગલે રોકાણકારોએ સોના-ચાંદી જેવા સુરક્ષિત ગણાતા રોકાણમાંથી નાણાં પાછા ખેંચી લીધા છે, જેના લીધે આ કડાકો બોલાયો છે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ભારે ધોવાણ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) ના ભૌગોલિક રાજકીય તણાવની સાથે સાથે ડૉલર મજબૂત થવાથી બુલિયનની ચમક ફીકી પડી છે. કોમેક્સ (COMEX) પર યુએસ ડેટા આવ્યા બાદ ગોલ્ડ ફ્યુચર્સ 2.77% એટલે કે 124 ડૉલર કરતાં વધુ તૂટીને 4380 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું, જ્યારે ચાંદી પણ 6.68% જેટલી ક્રેશ થઈ ગઈ હતી.