મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

પોસ્ટ ઓફિસની આ સ્કીમ મહિલાઓને માત્ર 2 વર્ષમાં બનાવશે અમીર, માત્ર આટલું જ કરવાનું રહેશે!

સરકારી યોજનાઓને રોકાણ માટે વધુ સારી માનવામાં આવે છે કારણ કે, તે જોખમ વિના ન

પોસ્ટ ઓફિસની આ સ્કીમ મહિલાઓને માત્ર 2 વર્ષમાં બનાવશે અમીર, માત્ર આટલું જ કરવાનું રહેશે!

સરકારી યોજનાઓને રોકાણ માટે વધુ સારી માનવામાં આવે છે કારણ કે, તે જોખમ વિના નફો આપે છે. સરકારી યોજનાઓ મોટાભાગે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો માટે ઓફર કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસ હેઠળ આવી કેટલીક યોજનાઓ ઓફર કરવામાં આવી છે, જે સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ આવે છે. આજે અમે એવી જ એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્કીમ માત્ર 2 વર્ષમાં લાખો રૂપિયા જમા કરવામાં મદદ કરશે. પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત આ યોજના મહિલાઓ માટે છે, જે બે વર્ષનો મેચ્યોરિટી પીરિયડ પ્રોવાઇડ કરાવે છે. એટલે કે, તમે આ સ્કીમમાં માત્ર બે વર્ષ માટે જ રોકાણ કરી શકો છો. આ યોજનાનું નામ છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર. તેની ખાસ વાત એ છે કે, આમાં એક મહિલા અનેક ખાતા ખોલાવી શકે છે.

મળે છે આટલું વ્યાજ 

કેન્દ્ર સરકારે વર્ષ 2023માં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરી હતી. જંગી નફાને કારણે, આ યોજનાએ ટૂંકા સમયગાળામાં પોસ્ટ ઓફિસની ફેમસ યોજનાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને ઘણી મહિલાઓની પ્રિય યોજના બની ગઈ છે. સરકાર આ યોજના હેઠળ 7.5 ટકા વ્યાજ આપે છે. તમે આ નાની બચત યોજનામાં માત્ર બે વર્ષ માટે જ રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ મહત્તમ રોકાણ રકમ 2 લાખ રૂપિયા છે.

ટેક્સમાં પણ મળે છે છૂટ

આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. તે માત્ર રોકાણ પર 7.5 ટકાનું વ્યાજ આપે છે, પરંતુ તે TDS કપાતમાંથી પણ મુક્તિ આપે છે. CBDT મુજબ, સિનિયર સિટીઝનના કિસ્સામાં આ યોજના પર TDS ત્યારે જ લાગુ થશે જ્યારે નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજની આવક 40થી 50 હજાર રૂપિયા હોય.

કોણ ખોલાવી શકે છે એકાઉન્ટ?

આ સ્કીમની બીજી ખાસ વાત એ છે કે, 10 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની છોકરીઓ માટે પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે. આ સિવાય ભારતમાં રહેતી કોઈપણ મહિલા તેમાં રોકાણ કરી શકે છે.

કેવી રીતે મેળવશે લાખો રૂપિયા

આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે પોસ્ટ ઓફિસ દ્વારા તેમાં રોકાણ કરવું પડશે. જો તમે 2 વર્ષ માટે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો બે વર્ષમાં વ્યાજની આવક 32,044 થઈ જશે. તેમજ કુલ રકમ 2,32,044 થઈ જશે, જે તમે એકાઉન્ટ બંધ કરીને ઉપાડી શકો છો. એકાઉન્ટ ખોલવા માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, કેવાયસી અને એક ચેક આપવાનો રહેશે.

આ સમાચાર શેર કરો