મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ગૌતમ અદાણીએ $60 કરોડ ફંડ એકત્ર કરવાની યોજના કરી રદ, અમેરિકામાં આરોપ બાદ મોટો નિર્ણય

દેશના ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણી પર અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા છેતરપિંડી અને

ગૌતમ અદાણીએ $60 કરોડ ફંડ એકત્ર કરવાની યોજના કરી રદ, અમેરિકામાં આરોપ બાદ મોટો નિર્ણય

દેશના ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણી પર અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા છેતરપિંડી અને લાંચના આરોપો મૂકાયા બાદ અદાણી ગ્રુપે 600 મિલિયન ડોલરનો બોન્ડ રદ કરવા નિર્ણય લીધો છે. અમેરિકાના પ્રોસેક્યુટર દ્વારા આરોપો મૂકાતાં અદાણી ગ્રુપે બોન્ડની કિંમત નક્કી કર્યા બાદ થોડા જ કલાકોમાં તેને રદ કરવાની જાહેરાત કરી છે. 

અદાણી ગ્રીને આપ્યું નિવેદન

આ સમગ્ર મામલે અદાણી ગ્રીને નિવેદન જારી કર્યું છે કે, અમેરિકાના પ્રોસેક્યુટર અને SEC  દ્વારા અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી, સાગર અદાણી વિરૂદ્ધ ન્યૂયોર્કની એક યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપોની નોટિસ જારી કરી છે. યુએસ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અમારા બોર્ડના સભ્ય વિનીત જૈનને પણ તેમાં સામેલ કર્યા છે. આ ઘટનાને ધ્યાનમાં લેતાં કંપનીએ હાલમાં રજૂ કરવા જઈ રહેલી યુએસડી બોન્ડ ઈશ્યૂ રદ કરવાનો નિર્ણય લીધો છે.

અમેરિકાના પ્રોસેક્યુટરની ફરિયાદમાં ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિ.ના અધિકારીઓ અને એજ્યોર પાવર ગ્લોબલ લિ.ના કાર્યકારી સિરિલ કાબેનેસ વિરૂદ્ધ આરોપો મૂકાયા છે. હિન્ડનબર્ગના આરોપોમાં ક્લિનચીટ મળ્યા બાદ અદાણી ગ્રુપ પર લાંચનો આરોપ મૂકાતાં જ શેરમાર્કેટમાં મોટો કડાકો નોંધાયો હતો.

અમેરિકી કરન્સી નોટ્સમાં પણ ઘટાડો
અદાણી ગ્રુપ પર અમેરિકાના રોકાણકારો સાથે 250 મિલિયન ડોલરની છેતરપિંડી કરી હોવાનો આરોપ મૂકાયા બાદ અદાણી ગ્રુપના અમેરિકી કરન્સી નોટ્સમાં પણ મોટો કડાકો નોંધાયો છે. અદાણી ગ્રુપ રૂ. 600 મિલિયન બોન્ડ લાવી રહ્યું હતું, તેની કિંમત પણ જાહેર કર્યા બાદ લાંચ અને છેતરપિંડીનો આરોપ મૂકાતાં તેને રદ કરવામાં આવ્યા હતા. અગાઉ હિન્ડનબર્ગે પણ અદાણી ગ્રુપ પર છેતરપિંડી અને શેરમાં ગેરરીતિ કરી રહ્યા હોવાનો આરોપ મૂકતાં કંપનીને તેનો દેશનો સૌથી મોટો રાઈટ્સ ઈશ્યૂ રદ કરવો પડ્યો હતો.

સિંગાપુર સ્થિત એસજીએમસી કેપિટલ પ્રા.લિ.ના ફંડ મેનેજર મોહિત મીરપુરીએ જણાવ્યું હતું કે, અદાણીએ હિન્ડનબર્ગ, વિપક્ષ દ્વારા મૂકવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પરંતુ આ નવા આરોપથી ગેરરીતિની આશંકા વધી છે. જે ઉભરતા બજારો સંબંધિ જોખમો, પારદર્શિતા પર સવાલ ઉભો કરે છે.

આ પણ વાંચો : અદાણી ગ્રૂપના શેરમાં કડાકો, લાંચના આરોપ બાદ શેરોમાં 20 ટકાનો ઘટાડો

શું છે આરોપ?

SEC એ અદાણી ગ્રીનની જવાબદાર વ્યક્તિઓ પર અમેરિકાના રોકાણકારો સાથે 250 મિલિયન ડોલરની છેતરપિંડી કરી છે. આ ફંડનો ઉપયોગ તેણે ગ્રીન એનર્જીનો એક પ્રોજેક્ટ હાંસલ કરવા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવા માટે કર્યો છે. આ ફંડ એકત્ર કરવામાં અદાણી ગ્રુપે ફેડરલ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. અમેરિકામાં પોતાની કંપનીને સોલાર એનર્જી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ અપાવવા માટે ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલર (આશરે રૂ. 2236 કરોડ)ની લાંચ આપી તેને ઢાંકવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. જેમાં અમેરિકાના રોકાણકારોને આ કોન્ટ્રાક્ટના માધ્યમથી 20 વર્ષમાં બે અબજ ડોલરથી વધુનો નફો થવાનુ ખોટુ વચન અને ખોટા દાવાઓ કરી લોન અને બોન્ડ્સ દ્વારા ફંડ ઉઘરવ્યું હતું.  

આ સમાચાર શેર કરો