મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અદાણી ગ્રૂપના શેરમાં કડાકો, લાંચના આરોપ બાદ શેરોમાં 20 ટકાનો ઘટાડો

અદાણી ગ્રૂપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ અને છેતરપિં

અદાણી ગ્રૂપના શેરમાં કડાકો, લાંચના આરોપ બાદ શેરોમાં 20 ટકાનો ઘટાડો

અદાણી ગ્રૂપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપોને કારણે ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના લિસ્ટેડ શેરોમાં સપાટ ઘટાડો થયો છે. અદાણીજૂથના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 10 ટકા ઘટીને રૂ. 2539 પર આવી ગયો છે અને શેર લોઅર સર્કિટ પર આવી ગયો છે. અદાણી પોર્ટ્સમાં પણ 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકા અને અદાણી પાવરમાં 16 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો

21 નવેમ્બર, 2024ને ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકા ઘટીને રૂ. 697.70 થયો હતો અને શેર લોઅર સર્કિટ લાગી હતી. અદાણી ટોટલ ગેસનો શેર 14 ટકા ઘટીને રૂ. 577.80, અદાણી ગ્રીન એનર્જીનો શેર 18 ટકા ઘટીને રૂ. 1159, ACCનો શેર 10 ટકા ઘટીને રૂ. 1966.55 થયો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ અને સેઝનો શેર પણ 10 ટકા ઘટીને રૂ. 1160, અદાણી વિલ્મરનો શેર 8 ટકા ઘટીને રૂ. 301 પર આવી રહ્યો છે.

આ પણ વાંચો : અદાણી વિરૂદ્ધ અમેરિકામાં 2000 કરોડની લાંચ-છેતરપિંડીનો કેસ, જાણો શું છે ઘટના?

ગુરુવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 77,110ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે તે 23,338ના સ્તરે સરકી ગયો હતો. મંગળવારે, અગાઉના ટ્રેડિંગ દિવસે, શેરબજાર લીલું થઈ ગયું હતું અને સેન્સેક્સમાં 1000 પોઈન્ટ્સથી વધુનો ઉછાળો આવ્યો હતો, પરંતુ છેલ્લા ટ્રેડિંગ કલાકમાં આ પ્રારંભિક વધારો અચાનક પતનમાં ફેરવાઈ ગયો હતો. સેન્સેક્સ 239.38 પોઈન્ટના વધારા સાથે 77,578.38 ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 850 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. નિફ્ટી 23,518.50ના સ્તરે બંધ રહ્યો હતો.

આ સમાચાર શેર કરો