Forbes: મુકેશ અંબાણી નંબર-1 ભારતીય, જાણો- ટોપ-10માં અદાણી ક્યા નંબર પર
ફોર્બ્સની વિશ્વની અબજપતિઓની 2024ની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત વર્ષે આ

ફોર્બ્સની વિશ્વની અબજપતિઓની 2024ની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત વર્ષે આ યાદીમાં 169 ભારતીયોનું નામ હતું. આ ભારતીયોની કુલ સંપત્તિ 954 અબજ ડૉલર છે, જે ગત વર્ષે 675 અબજ ડૉલરથી 41 ટકા વધારે છે.
મુકેશ અંબાણી ટોપ પર
ફોર્બ્સની ભારતીય અબજપતિઓની યાદીમાં સૌથી ઉપર મુકેશ અંબાણીનું નામ છે, જેમની કુલ સંપત્તિ 83 અબજ ડૉલરથી વધીને 116 અબજ ડૉલર થઇ ગઇ છે, જેનાથી તે 100 અબજ ડૉલર ક્લબમાં પ્રવેશ કરનારા પ્રથમ એશિયન બની ગયા છે. મુકેશ અંબાાણીએ વિશ્વના નવમા સૌથી અમીર વ્યક્તિના રૂપમાં પોતાનું સ્થાન યથાવત રાખ્યુ અને ભારત અને એશિયાના તે સૌથી અમીર વ્યક્તિ છે.
ગૌતમ અદાણી આ યાદીમાં બીજા સૌથી અમીર ભારતીય છે. અદાણીની સંપત્તિમાં 36.8 અબજ ડૉલરનો વધારો થયો છે. તે 84 અબજ ડૉલરની સંપત્તિ સાથે યાદીમાં 17માં સ્થાન પર છે. સાવિત્રી જિંદલ ભારતના સૌથી અમીર મહિલા છે. ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં તેમનું નામ ચોથા સ્થાન પર છે. એક વર્ષ પહેલા તે છઠ્ઠા સ્થાન પર હતા, તેમની કુલ સંપત્તિ 33.5 અબજ ડૉલર છે.
ફોર્બ્સની યાદીમાં નવા 25 ભારતીય અબજપતિઓએ ડેબ્યૂ કર્યું છે. જેમાં નરેશ ત્રેહન, રમેશ કુન્હીકન્નન અને રેણુકા જગતિયાનીનું નામ સામેલ છે. બીજી તરફ બાયજૂ રવીન્દ્રન અને રોહિકા મિસ્ત્રીનું નામ યાદીમાંથી બહાર થઇ ગયું છે.
ફોર્બ્સની યાદીમાં ભારતના 10 સૌથી અમીર લોકો
- મુકેશ અંબાણી- નેટ વર્થ 116 અબજ ડૉલર
- ગૌતમ અદાણી- કુલ સંપત્તિ 84 અબજ ડૉલર
- શિવ નાદર- કુલ સંપત્તિ 36.9 અબજ ડૉલર
- સાવિત્રી જિંદલ- નેટ વર્થ 33.5 અબજ ડૉલર
- દિલીપ સંઘવી- નેટ વર્થ-26.7 અબજ ડૉલર
- સાઇરસ પૂનાવાલા- કુલ સંપત્તિ 21.3 અબજ ડૉલર
- કુશલ પાલ સિંહ- નેટ વર્થ 20.9 અબજ ડૉલર
- કુમાર બિરલા- કુલ સંપત્તિ 19.7 અબજ ડૉલર
- રાધાકિશન દામાણી- કુલ સંપત્તિ 17.6 અબજ ડૉલર
- લક્ષ્મી મિત્તલ- કુલ સંપત્તિ 16.4 અબજ ડૉલર
Forbesની યાદીમાં વિશ્વના 10 સૌથી અમીર બિઝનેસમેન
- બર્નાર્ડ આર્નોલ્ટ અને પરિવાર- નેટ વર્થ 233 બિલિયન ડૉલર
- એલન મસ્ક- નેટવર્થ 195 બિલિયન ડૉલર
- જેફ બેઝોસ- નેટવર્થ 194 બિલિયન ડૉલર
- માર્ક ઝકરબર્ગ- નેટવર્થ 177 બિલિયન ડૉલર
- લેરી એલિસન- નેટવર્થ 133 બિલિયન ડૉલર
- વોરેન બફેટ- નેટવર્થ 133 બિલિયન ડૉલર
- બિલ ગેટ્સ- નેટવર્થ 128 બિલિયન ડૉલર
- સ્ટીવ બાલમેર- નેટવર્થ 121 બિલિયન ડૉલર
- મુકેશ અંબાણી- નેટવર્થ 116 બિલિયન ડૉલર
- લેરી પેજ-નેટવર્થ 114 બિલિયન ડૉલર








