Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Focus on these sectors in GST Council meeting

GST કાઉન્સિલની બેઠક શરૂ, આ સેક્ટર્સ પર ફોકસ; જાણો શું સસ્તુ અને મોંઘુ થશે?

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
GST કાઉન્સિલની બેઠક શરૂ, આ સેક્ટર્સ પર ફોકસ; જાણો શું સસ્તુ અને મોંઘુ થશે?
સોર્સ : google

PM નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે, આગામી દિવસોમાં અમે વેપારીઓને દિવાળીની ભેટ આપવાના છીએ. GST સુધારા માટેના બે સ્લેબની ભલામણ પણ મંજૂર કરવામાં આવી હતી. ત્યારે હવે સમય આવી ગયો છે જ્યારે વેપારીઓ અને ખેડૂતોની આ રાહ પૂરી થવા જઈ રહી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 56મી બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં GST દરોમાં સુધારા અને ફેરફારો અંગે ચર્ચા થશે. એવું માનવામાં આવે છે કે આ પછી ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે.

App Store

GST સુધારાથી કોને ફાયદો થશે?

GST બાબતોના નિષ્ણાત નિલેશ શાહે કહ્યું કે, GSTમાં ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને ફેરફારો કરી શકાય છે. GSTના જુદા જુદા સ્લેબને બદલે બે સ્લેબ લાગુ કરી શકાય છે. જેના પગલે ઘણી વસ્તુઓ સસ્તી થશે. દિવાળી સહિતના તહેવારો પહેલા વેપારીઓને મોટી રાહત થશે.  

GST કાઉન્સિલની બેઠકનો આજથી પ્રારંભ થયો છે. જેમાં મહત્ત્વનો ટેક્સ સ્લેબમાં ઘટાડા અંગે મોટો નિર્ણય લેવામાં આવશે. જેને લઈને રોજિંદી વસ્તુઓથી લઈને કાર સુધી બધું સસ્તું થશે! GST સુધારાથી ઘરેલુ વપરાશમાં વધારો થતાં ખાનગી રોકાણને પણ ટેકો મળશે. જે વસ્તુઓ પર હાલમાં 28 ટકા GST લાગુ છે તેના પર 18% અને જે વસ્તુઓ પર 18% GST છે તેના ઉપર 12 અથવા 5 ટકા લાગુ કરી શકાય છે. GST દરોની ગૂંચવણનો અંત અને દરમાં ઘટાડાથી વેપારીઓને સીધો ફાયદો થશે. GST દરમાં ઘટાડાથી રિયલ એસ્ટેટમાં કામ કરતા લોકોને પણ ફાયદો થશે. 

કઈ વસ્તુઓ સસ્તી થઈ શકે છે?

1200 cc થી ઓછા એન્જિનવાળી નાની કારના ભાવ પણ ઘટી શકે છે. આમાં GST 28 થી 18 ટકા સુધી ઘટાડી શકાય છે. આ ઉપરાંત ઓટો પાર્ટ્સ પણ સસ્તા થઈ શકે છે.
350 cc થી ઓછી ક્ષમતા ધરાવતી બાઈક સહિતના વ્હિકલોના ભાવ પણ ઘટી શકે છે. હોટલમાં રોકાવાનું પણ સસ્તું થઈ શકે છે, આ માટે GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
મૂવી ટિકિટ પરનો 12 ટકા ટેક્સ હવે 5 થઈ શકે છે.
કેન્સરની તમામ દવાઓ પરનો ટેક્સ ઝીરો થઈ શકે છે. આ સિવાય અન્ય પ્રકારની દવાઓ પણ સસ્તી થઈ શકે છે.
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ પર પણ GST ઘટાડી શકાય છે, જેના કારણે આ વસ્તુઓ સસ્તી થશે.
પેન્સિલ, શાર્પનર, પુસ્તકો અને લેબ નોટબુક જેવી સ્ટેશનરી વસ્તુઓ સસ્તી થઈ શકે છે.

નવા દર ક્યારે લાગુ થશે?

GST કાઉન્સિલની બેઠક પછી આ મહિનાના અંત સુધીમાં નવા GST દર લાગુ કરી શકાય છે. સરકાર તહેવારો પહેલા લોકોને રાહત આપવાની યોજના ધરાવે છે, જેનાથી બજારમાં પણ મોટી તેજી આવશે. જે વસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવશે તેનું વેચાણ ઝડપથી વધશે અને ઘણા ક્ષેત્રોને તેનો ફાયદો થશે.