મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ફ્લિપકાર્ટ-એમેઝોનના સેલમાં એક સપ્તાહમાં 55 હજાર કરોડ રૂપિયાની શોપિંગ, બનાવ્યો નવો રેકોર્ડ

આજે મોટાભાગના લોકો માર્કેટમાં ખરીદી કરવા જવાને બદલે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરી રહ્ય

ફ્લિપકાર્ટ-એમેઝોનના સેલમાં એક સપ્તાહમાં 55 હજાર કરોડ રૂપિયાની શોપિંગ, બનાવ્યો નવો રેકોર્ડ

આજે મોટાભાગના લોકો માર્કેટમાં ખરીદી કરવા જવાને બદલે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરી રહ્યા છે. તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ લોકોની ઓનલાઈન ખરીદીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટે પણ તહેવારોની સિઝનના કારણે સેલ શરૂ કરી દીધો છે. આવી સ્થિતિમાં આ દિવસોમાં લોકો એમેઝોન અને ફ્લિપકાર્ટથી મોટા પ્રમાણમાં વસ્તુઓ ખરીદી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા એક સપ્તાહમાં એમેઝોન અને ફ્લિપકાર્ટથી 54 હજાર કરોડ રૂપિયાથી વધુની લોકોએ ખરીદી કરી છે. આ વખતે આ વેચાણે નવો રેકોર્ડ બનાવ્યો છે.

ઇલેક્ટ્રોનિકસ આઇટમની બોલબાલા

ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટે સપ્ટેમ્બરના અંતમાં તહેવારોની સીઝનનો સેલ શરૂ કર્યો હતો. આ સેલમાં સૌથી વધુ વેચાણ મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું થયું હતું.મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક આઈટમો બાદ હવે લોકોએ ફેશન કેટેગરીમાં સૌથી વધુ ખરીદી કરી છે. લોકોએ સેલમાં માસિક હપ્તાના વિકલ્પનો પણ વધુ ઉપયોગ કર્યો છે. તહેવારોની સિઝનને કારણે લોકોને માસિક હપ્તાનો વિકલ્પ શ્રેષ્ઠ લાગ્યો.

સેલના પ્રથમ બે દિવસમાં 11 કરોડ ગ્રાહકો જોડાયા

Amazon અને Flipkart પર ફેસ્ટિવ સિઝન સેલ શરૂ થયાના 2 દિવસની અંદર 11 કરોડ ગ્રાહકો જોડાયા હતા.આ તહેવારોની સિઝન દિવાળી સુધી ચાલુ રહેવાની છે. આવી સ્થિતિમાં ઓનલાઈન શોપિંગમાં 23 ટકાનો વધારો થવાની આશા છે.

આ સમાચાર શેર કરો