મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Budget 2024: સામાન્ય માણસ 10 વર્ષથી રાહ જોઈ રહ્યો છે, શું આ વખતે નાણામંત્રી આપશે તે રાહત?

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ થોડા

Budget 2024: સામાન્ય માણસ 10 વર્ષથી રાહ જોઈ રહ્યો છે, શું આ વખતે નાણામંત્રી આપશે તે રાહત?

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ થોડા કલાકોમાં રજૂ કરવામાં આવશે. દર વખતની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગને નાણામંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ વખતના બજેટ અંગે સૂત્રોનો દાવો છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ કલમ 80C હેઠળ કામ કરતા લોકોને રાહત આપી શકે છે. હાલ 80C હેઠળ રૂ. 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે જે વધીને 2 લાખ થાય તેવી અપેક્ષા છે. જો આ મર્યાદા વધે છે, તો તમારી કરપાત્ર આવક ઘટશે. કલમ 80Cમાં છેલ્લો સુધારો 2014માં એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યો હતો. ત્યારપછી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કલમ 80C શું છે?

કલમ 80Cના બે લાભો રોકાણ પર મુક્તિ અને અમુક વસ્તુઓ પર ખર્ચવામાં આવેલી રકમ પર છૂટનો લાભ છે. આ છૂટ મેળવવા માટે, તમારે PPF, EPF, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), ELSS અથવા ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરવું પડશે. આ ઉપરાંત, તમે આ વિભાગ હેઠળ બાળકોની ટ્યુશન ફી અને હોમ લોનની મૂળ રકમ પણ ક્લેમ કરી શકો છો. 80C હેઠળ, તમને માત્ર 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર જ ટેક્સ છૂટનો લાભ મળશે.

અહીં મળશે 80Cનો લાભ

કલમ 80C હેઠળ ઉપલબ્ધ કર મુક્તિની મર્યાદા વધારવામાં મોટી સમસ્યા એ છે કે, આ મુક્તિ ફક્ત તે જ લોકોને ઉપલબ્ધ છે જેઓ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2020માં ટેક્સમાં ઘટાડો સાથે નવી કર વ્યવસ્થા રજૂ કરી હતી. સરકાર ઈચ્છે છે કે, વધુને વધુ લોકો નવી ટેક્સ સિસ્ટમ અપનાવે. બજેટ 2023માં, સીતારમને કર મુક્તિઓ વધારીને, મૂળભૂત મુક્તિ મર્યાદા વધારીને, સ્ટાન્ડર્ડ ડિડક્શન રજૂ કરીને અને સૌથી વધુ ટેક્સ સરચાર્જ ઘટાડીને નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવી છે.

આ સમાચાર શેર કરો