EPFOએ આપી મોટી રાહત, હવે ક્લેમ માટે ચેકબુક અથવા પાસબુકની જરૂર નહીં પડે
EPFOએ તેના ક્લેમ નિયમોમાં ફેરફાર કરીને દેશભરના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે EP

EPFOએ તેના ક્લેમ નિયમોમાં ફેરફાર કરીને દેશભરના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે EPF ક્લેમ સેટલમેન્ટ માટે કેન્સલ ચેક અથવા બેંક પાસબુકની જરૂર નથી. આ મામલે માહિતી આપતા EPFOએ કહ્યું છે કે, જો કોઈ સબસ્ક્રાઈબર અન્ય તમામ શરતો પૂરી કરે છે, તો આવી સ્થિતિમાં તેને ક્લેમ સેટલમેન્ટ માટે ચેકબુક અથવા બેંક પાસબુક અપલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. આનાથી ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ કેસ ઝડપી બનશે. નોંધનીય છે કે, EPFO ચેક લીફની ઈમેજ અથવા અટેસ્ટેડ બેંક પાસબુકની નકલ અપલોડ ન કરવાને કારણે ઘણા ક્લેમ રદ કરી દેવામાં આવ્યા હતા.
EPFO એ પરિપત્ર બહાર પાડ્યો
28 મેના રોજ, EPFOએ આ મામલે એક પરિપત્ર જારી કરીને માહિતી આપી હતી કે, EPFOએ ઓનલાઈન દાખલ કરાયેલા ક્લેમના સમાધાન માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. ચેક લીફ અથવા બેંક ખાતાની વિગતો અપલોડ ન કરવાને કારણે ક્લેમ રિજેક્શનની સંખ્યામાં ઘટાડો કરવા નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ આ છૂટ ફક્ત વેલિડેશનના કેટલાક કિસ્સાઓમાં જ આપવામાં આવે છે.
આ કેસોમાં છૂટ આપવામાં આવશે
EPFOએ તેના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, માત્ર એવા EPFO સભ્યોને જ છૂટ મળશે જેમના અન્ય વેલિડેશન પૂરા થઈ ગઈ છે. આમાં બેંક KYCનું ઓનલાઇન વેરિફિકેશન, DSC (ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ)ના માધ્યમથી એમ્પ્લોયર દ્વારા બેંક KYC વેરિફિકેશન પૂરું થશે અને UIDAI દ્વારા આધાર નંબરના વેરિફિકેશન જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
EPF ક્લેમ માટે બેંક વિગતો
અગાઉ, EPF ક્લેમ પૂરા કરવા માટે, સભ્યનું નામ, બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ ધરાવતા તમારા ખાતાનો કેન્સલ ચેક જરૂરી હતો. તેનાથી EPFને તમારા બેંક ખાતાની વિગતો મળે છે. જો ચેક ઉપલબ્ધ ન હોય તો, EPF સભ્ય ખાતાની વિગતો તરીકે બેંક પાસબુક (જેમાં બેંક મેનેજરની સહી હોય છે) પણ સબમિટ કરી શકે છે. આ માટે EPF મેમ્બર પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. આ સાથે, તમારા આધાર નંબર અથવા બેંક એકાઉન્ટનું KYC પૂરું થવાની સાથે UAN નંબર સાથે વેલિડેટ થવું જરૂરી છે.
EPF સભ્યો ઓનલાઈન ક્લેમ કેવી રીતે કરી શકે?
- આ માટે સૌથી પહેલા EPFO મેમ્બર ઓફિશિયલ પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/ પર તમારો UAN નંબર અને પાસવર્ડ એન્ટર કરો.
- આગળ અહીં ક્લેમ સેક્શન પર ક્લિક કરો.
- અહીં પેન્શન અથવા ફૂલ સેટલમન્ટ જેવા ક્લેમના પ્રકારને પસંદ કરો.
- આગળ તમે પહેલાથી ભરેલી વિગતો જોશો. તેને એક વખત ક્રોસ વેરિફાઇ કરો.
- આગળ, EPFO દ્વારા આપવામાં આવેલ ડિસ્કાઉન્ટનો લાભ લો અને તમામ જરૂરી દસ્તાવેજો અથવા ડેટા અપલોડ કરો.
- આ પછી આગળ બધી માહિતી વેલિડેટ કરો અને ક્લેમ સબમિટ કરો.
- ત્યારપછી પોર્ટલના માધ્યમથી તમારા ક્લેમની પ્રક્રિયા પર નજર રાખો.








