RBIએ FY25 માટે GDP વૃદ્ધિ 7.2% દર્શાવી, પણ અર્થશાસ્ત્રીઓના મતે 7%થી ઓછી રહેશે GDP
GDP FY 2025 : બાહ્ય ગતિવિધિઓ, ઉચ્ચ આધારની આંકડાકીય અસર અને તકનીકી પરિબળોના કારણે ભારતની GD વર્તમાન ના

GDP FY 2025 : બાહ્ય ગતિવિધિઓ, ઉચ્ચ આધારની આંકડાકીય અસર અને તકનીકી પરિબળોના કારણે ભારતની GD વર્તમાન નાણાકીય વર્ષમાં 7% કરતા ઓછી વધી શકે છે તેમ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.
શુક્રવારે, ભારતીય રિઝર્વ બેંકએ નાણાકીય વર્ષ 2025 માટે ભારતના GDP વૃદ્ધિ અંદાજને 20 બેસિસ પોઈન્ટ્સ વધારીને 7.2% કર્યો છે. દસ અર્થશાસ્ત્રીઓમાંથી મોટા ભાગના એવું માને છે કે નાણાકીય વર્ષ 2025માં જીડીપી વૃદ્ધિ 7% ની નીચે રહેશે અને કેટલાક તેને 6.5% પણ અંદાજે છે.
આ નાણાકીય વર્ષમાં 6.5% જીડીપી વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ, તેમ છતાં જો ચોખ્ખા પરોક્ષ વેરામાં વૃદ્ધિ અમારી ધારણા મુજબ ધીમી ન પડે તો પણ તેમાં થોડો વધારો થઈ શકે છે તેમ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું. નાણાકીય વર્ષ 2025 માં ગ્રોસ-વેલ્યુ-એડેડ 6.8% ના દરે વૃદ્ધિની અપેક્ષા રાખે છે અને 'પ્રતિકૂળ આધાર' અને સબસિડી બિલ નીચલા સ્તરે સ્થિર થવાની પૃષ્ઠભૂમિમાં જીડીપી વૃદ્ધિની સંભાવના જુએ છે.
નાણાકીય વર્ષ 2024માં, દેશનો ગ્રોસ-વેલ્યુ-એડેડ 7.2% વધ્યો હતો, જ્યારે GDP 8.2% વધ્યો હતો. બંને વચ્ચેનું 100 bpsનું અંતર મુખ્યત્વે પાછલા વર્ષોની સરખામણીમાં પરોક્ષ કરની ઊંચી વસૂલાત અને સબસિડી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડાનું પરિણામ હતું. નાણાકીય વર્ષ 24માં, સબસિડી ખર્ચ વાર્ષિક ધોરણે 22% ઘટ્યો હતો.
તદુપરાંત, નીચા ડિફ્લેટરે પણ નાણાકીય વર્ષ 24માં વાસ્તવિક વૃદ્ધિને આગળ ધપાવી હતી, જે વર્તમાન નાણાકીય વર્ષમાં ન હોઈ શકે, તેમ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.








