મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

RBI ના ચોથા ડેપ્યુટી ગવર્નર તરીકે અર્થશાસ્ત્રી પૂનમ ગુપ્તાની નિમણૂક, જાણો કોણ છે 

પૂનમ ગુપ્તાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) માં ડેપ્યુટી ગવર્નર પદ માટ

RBI ના ચોથા ડેપ્યુટી ગવર્નર તરીકે અર્થશાસ્ત્રી પૂનમ ગુપ્તાની નિમણૂક, જાણો કોણ છે 

પૂનમ ગુપ્તાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) માં ડેપ્યુટી ગવર્નર પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. પૂનમ ગુપ્તા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ડિરેક્ટર જનરલ અને વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલિન સભ્ય છે. તેઓ વિશ્વ બેંકમાં ભારત માટે મુખ્ય અર્થશાસ્ત્રી પણ રહી ચૂક્યા છે. ગુપ્તાને ડૉ. માઈકલ દેબબ્રત પાત્રાના સ્થાને RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે ચૂંટવામાં આવ્યા છે. પાત્રા ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ સેન્ટ્રલ બેંકમાંથી નિવૃત્ત થયા છે. 

4 ડેપ્યુટી ગવર્નર હોય છે

ગુપ્તાનો કાર્યકાળ ૩ વર્ષનો રહેશે. RBIમાં 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. આમાંથી 2 ને તેમના પદ પરથી બઢતી આપવામાં આવી છે. એક કોમર્શિયલ બેંકિંગ પૃષ્ઠભૂમિમાંથી હોય છે જયારે અન્ય અર્થશાસ્ત્રી.  હાલમાં, RBI ના બાકીના 3 ડેપ્યુટી ગવર્નર રાજેશ્વર રાવ, ટી રવિશંકર અને સ્વામીનાથન જનકિરમન છે.

ગુપ્તાએ 2013 થી 2021 સુધી વિશ્વ બેંકમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું. આ પહેલા, તેમણે NIPF (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ) ખાતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ચેર પ્રોફેસર, ICRIER ખાતે મેક્રોઇકોનોમિક્સના પ્રોફેસર, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કર્યું છે. તેઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં અર્થશાસ્ત્રી પણ રહી ચુક્યા છે. જ્યાં તેમણે એશિયા પેસિફિક વિભાગ, યુરોપિયન વિભાગ અને સંશોધન વિભાગમાં કામ કર્યું હતું.

આ સમાચાર શેર કરો