Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Earthquake in Indian stock market! Panic spreads among investors, Sensex and Nifty plunges

ભારતીય શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોમાં ગભરાટ, સેન્સેક્સમાં 1680 અને નિફ્ટીમાં 495 પોઈન્ટનો કાડાકો

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ભારતીય શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોમાં ગભરાટ, સેન્સેક્સમાં 1680 અને નિફ્ટીમાં 495 પોઈન્ટનો કાડાકો
સોર્સ : GSTV

અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સપ્તાહના પ્રથમ દિવસે જ બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો છે.

App Store

સેન્સેક્સ કડડભૂસ 

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારે વેચવાલી જોવા મળી છે, જેના કારણે BSE SENSEX તેના અગાઉના બંધ ભાવ 77,550.25ની સામે 75,937.16 પર નબળાઈ સાથે ઓપન થયો હતો. બજારમાં ઘટાડો ચાલુ રહેતા તે 75,923.32ના સ્તર સુધી નીચે સરક્યો હતો, જે અંદાજે 1,626.93 પોઈન્ટ અથવા 2.10% નો મોટો કડાકો દર્શાવે છે. આજના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 76,339.30 ની ઊંચી સપાટી અને 75,868.32 ની નીચી સપાટી જોવા મળી છે.

નિફ્ટી પણ ધરાશાયી 

બીજી તરફ, NIFTY 50માં પણ સમાન સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી તેના અગાઉના બંધ 24,050.60ની સામે 23,589.60 પર ખુલ્યો હતો અને ઘટીને 23,576.00 ના સ્તર પર પહોંચ્યો હતો. નિફ્ટીમાં કુલ 474.60 પોઈન્ટ અથવા 1.97%નો ઘટાડો નોંધાયો છે. દિવસ દરમિયાન નિફ્ટીએ 23,699.70નો હાઈ અને 23,555.60નો લો બનાવ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી વૈશ્વિક સ્તરે સર્જાયેલા તણાવને કારણે બજારમાં આ ગાબડું જોવા મળ્યું છે.

શેરબજારના આજના લેટેસ્ટ આંકડા (Market Statistics)

તસવીરોમાં આપેલા ડેટા મુજબ બજારની સ્થિતિ નીચે મુજબ છે:

BSE SENSEX:

Previous Close: 77,550.25

Open: 75,937.16

Current Level: 75,923.32 (સવારે 9:19 વાગ્યા સુધીમાં)

Total Crash: 1,626.93 points (2.10%)

Day High/Low: 76,339.30 / 75,868.32

NIFTY 50:

Previous Close: 24,050.60

Open: 23,589.60

Current Level: 23,576.00

Total Crash: 474.60 points (1.97%)

Day High/Low: 23,699.70 / 23,555.60

બજાર તૂટવાના મુખ્ય કારણો

શેરબજારમાં આ મોટા કડાકા પાછળ મુખ્યત્વે વૈશ્વિક કારણો જવાબદાર છે:

શાંતિ મંત્રણા નિષ્ફળ: પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાકની શાંતિ મંત્રણા કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતાને પગલે મધ્ય પૂર્વમાં યુદ્ધનું જોખમ વધી ગયું છે.

ક્રૂડ ઓઈલમાં ઉછાળો: મંત્રણા નિષ્ફળ જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જે ભારત જેવા આયાતકાર દેશ માટે ચિંતાનો વિષય છે.

ગ્લોબલ સેલ-ઓફ: યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાની બંદરોની નાકેબંધીના એલાન બાદ વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે.

સમાચાર લખવા સુધી બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આઈટી, બેંકિંગ તથા રિયલ્ટી સેક્ટરના શેરોમાં સૌથી વધુ ગાબડા પડ્યા છે.