Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Do this work related to Aadhaar, otherwise you will be fined Rs. 1000

Aadhaar સાથે જોડાયેલું આ કામ કરી લેજો, નહીંતર થશે રૂ. 1000નો દંડ

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Aadhaar સાથે જોડાયેલું આ કામ કરી લેજો, નહીંતર થશે રૂ. 1000નો દંડ
સોર્સ : GSTV

PAN કાર્ડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા, બેંક એકાઉન્ટ ખોલાવવા, રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને અનેક સરકારી કામો માટે અત્યંત જરૂરી દસ્તાવેજ છે. જો તમારુ PAN નિષ્ક્રિય થઈ જાય, તો તમારા ઘણા મહત્ત્વના કામો અટકી શકે છે. આ જ કારણે આવકવેરા વિભાગે (Income Tax Department) PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે.

App Store

ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપથી મિનિટોમાં લિંક કરો

સારી વાત એ છે કે PAN-Aadhaar લિંક કરવું કોઈ અઘરું કામ નથી. તમે ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપ દ્વારા થોડી જ મિનિટોમાં તેને ઓનલાઇન લિંક કરી શકો છો. આ લેખમાં અમે તમને જણાવીશું કે PAN-Aadhaar લિંક કરવું કેમ જરૂરી છે, કેટલો દંડ લાગશે અને સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત શું છે.

કેટલો દંડ લાગશે?

જો નક્કી કરેલી સમયમર્યાદા સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે, તો તમારે ₹1000 સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ દંડ ઓનલાઇન પેમેન્ટ દ્વારા ભરવાનો રહેશે, ત્યારબાદ જ લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ થશે. જો દંડ ભર્યા પછી પણ લિંક નહીં કરવામાં આવે, તો PAN કાર્ડ 'Inactive' (નિષ્ક્રિય) જાહેર થઈ શકે છે.

PAN–Aadhaar લિંક કરવાની સરળ રીત

Step 1: આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
Step 2:  ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો.
Step 3: તમારો PAN નંબર અને આધાર નંબર દાખલ કરો.
Step 4: જો નામ અને જન્મતારીખ મેચ થશે, તો OTP આવશે.
Step 5:  OTP નાખીને લિંકિંગ કન્ફર્મ કરો.
Step 6:  જો દંડ ભરવાનું કહેવામાં આવે, તો ઓનલાઇન પેમેન્ટ કરો.
Step 7:  પેમેન્ટ પછી તમારો PAN અને આધાર લિંક થઈ જશે.

નોંધ: આ આખી પ્રક્રિયામાં માત્ર 2 થી 5 મિનિટનો સમય લાગે છે.

SMS કે લોગિન દ્વારા પણ લિંક કરી શકાય છે

તમે ઇન્કમ ટેક્સ પોર્ટલ પર લોગિન કરીને પણ PAN-Aadhaar લિંક કરી શકો છો. આ સિવાય અમુક કિસ્સાઓમાં SMS સુવિધા પણ ઉપલબ્ધ હોય છે, જ્યાં નક્કી કરેલા ફોર્મેટમાં મેસેજ મોકલીને લિંકિંગ કરી શકાય છે.

તમારુ PAN કાર્ડ પહેલેથી લિંક છે કે નહીં તે જાણવા માટે:

1. Income Tax ની વેબસાઇટ પર જાઓ.
2. ‘Link Aadhaar Status’ પર ક્લિક કરો.
3. તમારો PAN અને આધાર નંબર નાખો.
4. સ્ક્રીન પર તમને સ્ટેટસ જોવા મળશે.