Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Company: This pharma company's profit increased by 20%, gave 142% return in 3 years, know

Company: આ ફાર્મા કંપનીનો નફો 20% વધ્યો, 3 વર્ષમાં 142% વળતર આપ્યું, જાણો

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Company: આ ફાર્મા કંપનીનો નફો 20% વધ્યો, 3 વર્ષમાં 142% વળતર આપ્યું, જાણો
સોર્સ : GSTV News

Company:  ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાકીય વર્ષ-2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1) માટે તેના વ્યવસાય પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીએ વાર્ષિક ધોરણે લગભગ 20%ની વૃદ્ધિ સાથે મજબૂત પ્રદર્શન દર્શાવ્યું છે.

App Store

કંપનીનો નફો રૂપિયા 457 કરોડથી વધીને રૂપિયા 548 કરોડ થયો, જે 19.9%નો વધારો દર્શાવે છે. કુલ આવક રૂપિયા 2,859 કરોડથી 11.2% વધીને રૂપિયા 3,178 કરોડ થઈ. વ્યાજ, કર અને ઘસારા પહેલાની કમાણી એટલે કે એબિટા રૂપિયા 904 કરોડથી વધીને રૂપિયા 1,032 કરોડ થયો, જે લગભગ 14.2%નો ઉછાળો દર્શાવે છે. એબિટા માર્જિન પણ 31.6% થી સુધરીને 32.4% થયું છે.

કંપનીના સુધારેલા પરિણામો મુખ્યત્વે ભારત અને બ્રાઝિલમાં તેના બ્રાન્ડેડ જેનેરિક્સ પોર્ટફોલિયોના મજબૂત પ્રદર્શનને કારણે હતા, જે કુલ આવકના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.

ટોરેન્ટ ફાર્માએ કાર્ડિયોવાસ્ક્યુલર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (સીએનએસ), અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ જેવી ક્રોનિક થેરાપી જેવા ક્ષેત્રોમાં પોતાની અગ્રેસર સ્થિતિ જાળવી રાખી . આ ઉપરાંત, કંપની શેલ્કલ અને અહાગ્લો જેવા બ્રાન્ડ્સ દ્વારા ગ્રાહક આરોગ્ય ક્ષેત્રમાં પણ વિસ્તરણ કરી રહી છે.

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના શેરમાં વધારો

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના શેરમાં 28 જુલાઈના રોજ વધારો જોવા મળ્યો. કંપનીના શેર રૂપિયા 3,630.00 પર બંધ થયા, જેમાં રૂપિયા 26.20 (0.73%) નો વધારો થયો, જે અગાઉના રૂપિયા 3,603.80 ના બંધ ભાવથી વધુ હતો.

શેરનો ભાવ દિવસના રૂપિયા 3,621.70 પર ખુલ્યો અને ટ્રેડિંગ દિવસ દરમિયાન રૂપિયા 3,578.60ની નીચી સપાટી અને રૂપિયા3,635.00 ની ઊંચી સપાટીને સ્પર્શ્યો.

કંપનીનું બજાર મૂડીકરણ હાલમાં રૂપિયા 1.23 લાખ કરોડ છે. P/E રેશિયો 64.28 છે અને ડિવિડન્ડ યીલ્ડ 0.88% છે. ત્રિમાસિક ડિવિડન્ડ રકમ રૂપિયા 7.99 હોવાનું જણાવાયું છે. ૫૨ અઠવાડિયાના સમયગાળામાં આ શેર રૂપિયા 3,635.૦૦ની ઊંચી સપાટી અને રૂપિયા 2,886.45ની નીચી સપાટીને સ્પર્શ્યો છે. એક દિવસના વધઘટ પછી, છેલ્લા કલાકોમાં ખરીદીમાં વધારો થવાને કારણે શેર મજબૂતી સાથે બંધ થયો.