Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Devotees thronged the Gangeshwar Mahadev temple in Ujjanwada near Bhabhar on the first Monday of Shravan, know the whole legend

Banaskantha news: શ્રાવણના પહેલા સોમવારે ઉજ્જનવાડાના ગંગેશ્વર મહાદેવ મંદિરે ભક્તો ઉમટયાં, જાણો પૌરાણિક દંતકથા

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha news: શ્રાવણના પહેલા સોમવારે ઉજ્જનવાડાના ગંગેશ્વર મહાદેવ મંદિરે ભક્તો ઉમટયાં, જાણો પૌરાણિક દંતકથા
સોર્સ : GSTV News

Banaskantha news: હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે દરેક શિવાલયો હર-હર મહાદેવના નામથી ગુંજી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના એક નાનકડા ગામમાં  સ્વયંભૂ ગંગાજી ઉત્પન્ન થયા બાદમાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું અને હાલ અહીં દર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. 
 
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ઉજજનવાડા ગામમાં આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિર આ મંદિરની એક દંતકથા જોડાઈલી છે આશરે 800 વર્ષ પૂર્વ આ જ ગામના એક શિવભક્ત ખુમારામ ભૂદેવ રહેતા હતા તેઓ શિવભક્ત હોવાથી અવારનવાર ઉજનવાડાથી પદયાત્રા કરીને કાશી જતો હતો. કાશી જઈને ગંગાજીમાં શ્રધ્ધાની ડૂબકી લગાવીને કાશી વિશ્વનાથ મહાદેવની ઉપાસના કરતાં સમય જતાં ખુમારામની વૃધ્ધ અવસ્થા થવાથી ચાલી શકે તેમ ન હતા તેથી છેલ્લીવાર કાશી ગયા ગંગાજીમાં ડૂબકી લગાવીને મનોમન પ્રાર્થના કરી હે ગંગામૈયા હવે મારા ગામથી ચાલીને કાશી આવી શકાય તેમ નથી જેથી તમે મારા  ઉજનવાડા ગામે પ્રગટ થાવ. એટલું કહીને પોતાની પાસે રહેલા માળા અને પુજાપો ગંગાજીમાં પધરાવી દીધો અને પોતાના ગામ જવા રવાના થયા હતા. ખુમારામ ગામમાં પહોંચ્યા ત્યારે જોયું જમીન માંથી સ્વયંભૂ જલધારા નિકળી રહી હતી ખુમારામે કાશી જઈને નદીમાં પધરાવેલા માળા અને પૂજાપો પાણીમાં તરી આવ્યો હતો તેમને વિશ્વાસ આવ્યો અને માની લીધું અહીં સાક્ષાત મા ગંગાજી પ્રગટ થયા છે.

App Store

સમય જતાં જ્યાં સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા તેની બાજુમાં બાવળની ઝાડીમાં ગોવાળિયો ગાયો ચરાવતો તે દરમિયાન એક ગાય નિત્ય નિયમ મુજબ બાવળની ઝાડી-ઝાંખરામાં જતી ગોવાળિયો ગાયોની પાછળ ગયો ત્યારે ગાય પોતાના દૂધની ધારા જમીન પર વરસાવી રહી હતી ગોવાળિયાએ ગ્રામજનોને વાત કરતા ગ્રામજનો એકત્ર થયા જ્યાં ગાય દૂધધારા કરતી હતી ત્યારે જમીનમાં ખોદકામ શરૂ કર્યું. ત્યારે જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. સ્વયંભૂ ગંગાજી બાદ શિવલિંગ પ્રગટ થયું ત્યારબાદ આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ પડ્યું જ્યાં શિવલિંગ નિકળ્યું તેના ઉપર સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું આ મંદિરે ગંગેશ્વર મહાદેવ સાથે શિવ ભક્તોને અતૂટ શ્રધ્ધા હોવાથી હજારોની સંખ્યા ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિરની બાજુમાં ગંગાજી પ્રગટ થયા ત્યા ગંગાકુંડ બનાવ્યો છે. આજે ગંગાજી હાજરાહજૂર છે બારેમાસ જલધારા વહેતી રહે છે આ કુંડમાં ભક્તો શ્રદ્ધાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે શિવલિંગ ઉપર જળાભિષેક બિલીપત્ર દૂધ ચઢાવીને શિવને પ્રસન્ન કરવાના ઉપચારો કરે છે હવન કરીને ભોલેનાથને રીઝવી રહ્યા છે.

ઉજનવાડા ગામે ગંગાજી સ્વયંભૂ જલધારા સ્વરૂપે પ્રગટ થયા તે હાલ મોજુદ છે  આ ગંગાકુંડની વિશેષતા એ પણ છે કારતક માસમાં દૂર-દૂરથી પિતૃતર્પણ કરવા આવે છે જે પિતૃઓ ની અસ્થીઓ કુંડમાં પધરાવે છે. અસ્થીઓ આપોઆપ ઓગળી જવાની માન્યતા છે વાર તહેવારે અનેક આયોજનો કરવામાં આવે છે દરેક ભક્તો ઉત્સાહભેર ભાગ લે છે. આ મંદિરને વર્ષો જૂનું થવાથી નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.