મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

HPZ Token App છેતરપિંડી મામલે CBIની સખ્ત કાર્યવાહી, યુપી સહિત 10 રાજ્યોમાં 30 સ્થળે એકસાથે દરોડા

કેન્દ્રીય તપાસ બ્યુરોએ એચપીઝેડ ટોકન એપ (HPZ Token App) દ્વારા રોકાણની લાલચ આપી રાષ્ટ્રવ્યાપી છેતરપિંડીના કેસ

HPZ Token App છેતરપિંડી મામલે CBIની સખ્ત કાર્યવાહી, યુપી સહિત 10 રાજ્યોમાં 30 સ્થળે એકસાથે દરોડા

કેન્દ્રીય તપાસ બ્યુરોએ એચપીઝેડ ટોકન એપ (HPZ Token App) દ્વારા રોકાણની લાલચ આપી રાષ્ટ્રવ્યાપી છેતરપિંડીના કેસમાં 10 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 30 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. આ રાજ્યોમાં દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. સીબીઆઈએ એચપીઝેડ ટોકન એપ સંબંધિત મામલામાં અત્યાર સુધીમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, હાર્ડ ડ્રાઈવ, સિમકાર્ડ, એટીએમ, ડેબિટ કાર્ડ, ઈ-મેઈલ એકાઉન્ટ તેમજ વિવિધ ડોક્યુમેન્ટ સહિત મહત્ત્વના ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા છે.

બે ખાનગી કંપનીઓ અને તેના માલિકો સામે કેસ નોંધાયો

સમાચાર એજન્સીના અહેવાલો મુજબ સીબીઆઈએ છેતરપિંડી યોજનામાં સામેલ બે ખાનગી કંપનીઓ અને તેના ડાયરેક્ટરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સીબીઆઈના જણાવ્યા મુજબ કથિત આરોપીઓમાં શિગૂ ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડ અને લિલિયન ટેક્નોકૈબ પ્રાઈવેટ લિમિટેડ (બંને ખાનગી કંપનીઓ) અને તેના ડિરેક્ટરો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
 
https://twitter.com/airnewsalerts/status/1785578379300712796

શું છે મામલો?

એચપીઝેડ ટોકન આધારિત એપનું કામકાજ કરે છે અને તે બિટકોઇન અને અન્ય ક્રિપ્ટો કરન્સી માટે ખોદકામ મશીનોમાં રોકાણ કરીને યુઝર્સને મોટા નફાની લાલચ આપે છે. સ્કેમર્સ લોકોને છેતરવા માટે એક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા. તેઓ બિટકોઈન ખાણકામમાં રોકાણ કરવા બદલ મોટું રિટર્ન મેળવવા માટે HPZ Token Appમાં રોકાણ કરવાનું કહી લોકોને લલચાવતા હતા. સીબીઆઈના જણાવ્યા મુજબ અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, રોકાણકારોની રકમ એકત્ર કરવા માટે કુલ 150 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો.

સીબીઆઈ શું કહ્યું?

સીબીઆઈએ કહ્યું કે, આ મામલે તપાસ હાથ ધર્યા બાદ છેતરપિંડી અટકાવવાની સાથે આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આ કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે. શરૂઆતમાં એપ દ્વારા ફંડનો ઉપયોગ રોકાણકારોને ચુકવણી કરીને વિશ્વાસ વધારવા માટે કરાતો હતો. ભારતની બહાર ગેરકાયદેસર રીતે ફંડ ટ્રાન્સફર થતા પહેલા તે ફંડને ઘણીવાર ક્રિપ્ટોકરન્સીમાં બદલવામાં આવતું હતું અથવા હવાલા થકી ભંડોળ ટ્રાન્સફર કરાતું હતું.

આ સમાચાર શેર કરો