મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

CIBIL Score / શું એક મહિનામાં વધી શકે છે ક્રેડિટ સ્કોર? અહીં જાણો વિગતો

આજના સમયમાં લોન લેવા માટે ક્રેડિટ સ્કોર સારો હોવો જરૂરી છે. ક્રેડિટ સ્કોર સારો હશે તો તમને કોઈપણ બેંકમાંથી સરળતાથી લોન

CIBIL Score / શું એક મહિનામાં વધી શકે છે ક્રેડિટ સ્કોર? અહીં જાણો વિગતો

આજના સમયમાં લોન લેવા માટે ક્રેડિટ સ્કોર સારો હોવો જરૂરી છે. ક્રેડિટ સ્કોર સારો હશે તો તમને કોઈપણ બેંકમાંથી સરળતાથી લોન મળી શકે છે. પરંતુ ક્યારેક લોકોથી એવી ભૂલો પણ થાય છે, જેના કારણે તેમનો ક્રેડિટ સ્કોર ઘટી જાય છે, આવી સ્થિતિમાં લોન લેવામાં મુશ્કેલી આવે છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ આવે છે કે, શું એક મહિનામાં ક્રેડિટ સ્કોર વધી શકે છે?

તમારા મનમાં પણ આવો સવાલ આવતો હોય તો તમને જણાવી દઈએ કે માત્ર એક મહિનામાં ક્રેડિટ સ્કોરમાં નોંધપાત્ર વધારો કરવો એ પડકારજનક છે, પણ કેટલીક બાબતો પર ધ્યાન આપવામાં આવે, તો તે સમય જતા તમારા ક્રેડિટ સ્કોર પર સકારાત્મક અસર કરી શકે છે.

ક્રેડિટ સ્કોર વધારવાની રીતો

તમારા ક્રેડિટ બિલ ચૂકવો

ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવવાના બાકી હોય, તો તમારે તેને તરત જ ચૂકવવા જોઈએ. ખાતરી કરો કે તમે ક્રેડિટ કાર્ડ બિલ, લોન EMI, યુટિલિટી બિલ સહિત તમારા તમામ બિલની ચૂકવણી સમયસર કરો છો. એક મોડી ચૂકવણી પણ તમારા સ્કોર પર નકારાત્મક અસર કરી શકે છે.

ક્રેડિટ લિમિટનો ઓછો ઉપયોગ કરો

જો તમે તમારો ક્રેડિટ સ્કોર ઝડપથી વધારવા માંગો છો, તો તમારે તમારી ક્રેડિટ લિમિટનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જો તમે તમારી ક્રેડિટ લિમિટનો વધુ પડતો ઉપયોગ કરો છો, તો તેની ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર પડે છે. ક્રેડિટ લિમિટના માત્ર 30 ટકાનો ઉપયોગ કરવો આદર્શ માનવામાં આવે છે.

નવી લોન ન લેવી

જો તમે તમારો ક્રેડિટ સ્કોર સુધારવા માંગતા હોવ, તો તમારે નવું ક્રેડિટ એકાઉન્ટ ખોલવાનું ટાળવું જોઈએ. કારણ કે જ્યારે પણ તમે નવી ક્રેડિટ માટે અરજી કરો છો, પછી ભલે તે ક્રેડિટ કાર્ડ હોય, લોન હોય કે ક્રેડિટની લાઈન હોય, બેંક તમારો ક્રેડિટ રિપોર્ટ કાઢે છે. આ તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર કરે છે. આ સિવાય ક્રેડિટ સ્કોર વધારવા માટે તમારે લોન માટે વારંવાર અરજી કરવાનું ટાળવું જોઈએ.

જૂની લોન ચૂકવો

જો કોઈ લોન ચૂકવવાની બાકી છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે ચૂકવી દો. તમારા એકંદર દેવાના બોજને ઘટાડવાથી તમારા ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયોમાં સુધારો થઈ શકે છે.

આ સમાચાર શેર કરો