2024ના વર્ષમાં Adani Portsના ચોખ્ખા નફામાં 50 ટકાનો વધારો, ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 76.87 ટકાનો ઉછાળો
Adani Ports Q4 results : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ) એ 31 માર્ચ, 20

Adani Ports Q4 results : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ) એ 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને બાર મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે.
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ-APSEZનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 76.87 ટકા વધીને રૂ. 2,014.77 કરોડ થયો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કંપનીએ રૂ.1,139.07 કરોડનો નફો કર્યો હતો.
APSEZએ BSEને કરેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી સંકલિત લોજિસ્ટિક્સ કંપનીની એકીકૃત કુલ આવક નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં વધીને રૂ.7,199.94 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 6,178.35 કરોડ હતી.
સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કુલ ખર્ચ વધીને રૂ.4,450.52 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ.3,995 કરોડ હતો.
APSEZના સીઇઓ એને હોલ ટાઇમ ડિરેક્ટરઅશ્વિની ગુપ્તાએ , જણાવ્યું હતું કે, "APSEZ એ નાણાકીય વર્ષની શરૂઆતમાં નૂર ટ્રાફિક, આવક અને ટેક્સ પહેલાંની આવક પર આપવામાં આવેલા તેના ઉપલા લક્ષ્યાંક કરતાં વધુ પ્રદર્શન કર્યું છે."
- APSEZએ નાણાકીય વર્ષ 2023-24માં દેશના કુલ નૂર ટ્રાફિકના 27 ટકા અને કન્ટેનર કાર્ગોના 44 ટકાનું સંચાલન કર્યું હતું, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. નાણાકીય વર્ષ 2023-24માં વાર્ષિક ધોરણે APSEZના સ્થાનિક નૂર ટ્રાફિકમાં 21 ટકાનો વધારો થયો છે.
- નાણા વર્ષ-24માં વાર્ષિક ધોરણે 28%ની આવક વૃદ્ધિ સાથે રૂ.26,711 કરોડની આવક, બંદરના વ્યવસાયની આવકમાં 30% અને લોજિસ્ટિક્સ બિઝનેસમાં 19%ના વધારા દ્વારા સમર્થિત છે
- વાર્ષિક ધોરણે એબિટા (ફોરેક્સ સિવાય) 24% વધીને રૂ.15,864 કરોડ થયો, જેમાં બંદરના વ્યવસાયનું રૂ.15,246 કરોડ અને રૂ.540 કરોનું લોજિસ્ટિક્સ બિઝનેસના યોગદાનનો ટેકો રહ્યો છે
- ઘરેલું પોર્ટ એબિટા માર્જિન 150 bps દ્વારા વિસ્તૃત અસ્કયામતોના વધુ સારા કામકાજ સાથે નાણા વર્ષ-23 માં 56% સામે નાણા વર્ષ-24 માં 67% ની ક્ષમતાનો ઉપયોગ
- તેની પેટાકંપનીઓમાંની એક માટે નવી કર પ્રણાલીમાં તબદીલ થવાના પરિણામે રૂ.455 કરોડનો રાઈટ ઓફ હોવા છતાં વાર્ષિક ધોરણે 50%ની છલાંગ સાથે 8,104 કરોડનો રેકોર્ડ કર પછીનો નફો થયો છે.
- નાણા વર્ષ 24 માટે એપીએસઇઝેડ બોર્ડે અમારી મૂડી ફાળવણી નીતિને અનુરૂપ પ્રતિ શેર 6 રૂપિયા ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપની માટે આ આશરે રૂ.1,300 કરોડની ચૂકવણી સૂચવે છે.
- APSEZને કેર રેટિંગ્સ 'AAA' (ભારતમાં સૌથી વધુ સંભવિત ક્રેડિટ રેટિંગ) આપવામાં આવ્યું છે, AAA રેટિંગ મેળવનાર અમારી કંપની પ્રથમ ખાનગી કોર્પોરેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર છે
- વર્ષ દરમિયાન એસએન્ડપી અને ઇક્રાએ કંપનીના આઉટલુકને નેગેટિવમાંથી સ્થિરમાં અપગ્રેડ કર્યું છે.








